વગર હાથ વાળા વાંદરા ને પોલીસ વાળા એ આ રીતે ખવરાવ્યું કેળું, વિડીયો થયો વાયરલ


આ દિવસોમાં, સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ પ્રેમથી હાથ વગર ના વાંદરા ને કેળું ખવડાવતો નજર એ આવી રહ્યા છે. આ ભાવનાત્મક વીડિયો જોયા પછી લોકો સોશ્યલ મીડિયા પર જુદા જુદા રિએક્શન કરી રહ્યા છે. જેમ તમે જાણો છો, 21 દિવસનું લોકડાઉન આખા દેશમાં 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ લોકડાઉનને લીધે, ગરીબ લોકોથી લઈને પશુઓને ભોજન લેવાની સ્થિતિ ખૂબ જ વ્યથિત છે.

પોલીસકર્મી દ્વારા ભૂખ્યા વાનરને કેળા ખવડાવતો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે. આ વીડિયોમાં સૌથી ભાવનાત્મક વાત એ છે કે વાંદરાના બંને હાથ નથી અને તે પોલીસ કર્મચારીની પાસે બેસીને કેળુ ખાઈ રહ્યો છે. આટલું જ નહીં, વીડિયોમાં જોવા મળતો પોલીસ જવાન તેના મોબાઈલ પર વાત કરે છે અને માસ્ક પહેરેલો છે. પ્રેમથી કેળા ની છાલ કાઢે છે અને વાંદરાને ખવડાવે છે. આ વીડિયોને એક ટ્વિટર યુઝર ખુશ્બુ સોનીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે.

આ વિડિઓ અત્યાર સુધીમાં 28,000 થી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. આટલું જ નહીં, 2,000 થી વધુ રીટ્વીટ્સને કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઘણા લોકોએ પોલીસકર્મીની કમેન્ટ કરી છે અને પ્રશંસા કરી છે. અને ઘણા લોકોએ લવ વાળી પ્રતિક્રિયા આપી છે.

Post a Comment

0 Comments