આ રીતે ઘરેજ બનાવી લો રાયતું, આ રીત થી બનાવશો તો સ્વાદ થઇ જશે બમણો


તમે દરરોજ અલગ અલગ શાક ખાતા હશો. તો કેટલાક લોકોને શાકની જોડે દહીં ખાવાની પણ આદત હોય છે. તો આજે અમે તમારા માટે એક અલગ જ વાનગી લઇને આવ્યા છીએ. એ છે રાયતું. ઘણા લોકોને રાયતું ખાવું ખુબજ પસંદ હોય છે એટલા માટે અમારી આ રેસિપી ના પદ્ધતિ થી બનાવો રાયતું. રાયતા નો સ્વાદ થઇ જશે બમણો. રસોડામાં કેટલાક એવા શાક હોય છે. જેનાથી આપણે મિક્સ વેજીટેબલ રાયતા બનાવીશું. શાકના ઉપયોગથી તમે એક અલગ વાનગી બનાવી શકો છો. જે ગરમીમાં ખાવાથી પણ ખૂબ ફાયદો થઇ શકે છે.

સામગ્રી


  • 2 કપ દહીં
  • 1 નંગ ડુંગળી
  • 1 નંગ ગાજર
  • 1 નંગ કાકડી
  • 2 નંગ લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી કોથમીર
  • 3-4 પાન ફુદીનો
  • 1 ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર


બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગળી, કાકડી, ગાજર અને ટામેટાને ધોઇ લો. તે બાદ તેને છોલીને એક સરખા ટૂકડામાં કટ કરી લો. હવે કોથમીર અને ફુદીને પણ ઝીણા સમારી લો. મધ્યમ આંચ પર એક પેન ગરમ કરો. હવે તેમા જીરાને શેકી લો. તે ઠંડુ થાય તે બાદ તેને પીસીને તેનો પાઉડર બનાવી લો. હવે એક બાઉલમાં દહીંને બરાબર ફેટી લો અને તેમા શાકની સાથે દરેક સામગ્રી ઉમેરો. તે બાદ તેમા મીઠું. ખાંડ અને લાલ મરચુ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે વેજીટેબલ રાયતા..

Post a Comment

0 Comments