મુકેશ અંબાણી રિલાયંસ ફાઉંડેશન ચલાવશે 'મિશન અન્ન સેવા', આટલા કરોડ લોકો નું ભરશે પેટ


કોરોના મહામારીના કારણે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન કરવામાં આવેલું છે. આ લોકડાઉન ના કારણે દેશભરમાં કામ ઠપ થઈ ચૂક્યું છે અને રોજે મહેનત કરીને પોતાનું પેટ ભરતા મજૂરો ને રોજની બે સમયની રોટલી પણ મળી રહી નથી. એવામાં રિલાઇન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીના દેશભરમાં ત્રણ કરોડ લોકોનું પેટ ભરવા માટે મફત ભોજન યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ 'મિશન અન્ન સેવા' છે આ દુનિયામાં કોઈ પણ કોર્પોરેટ દ્વારા સંચાલિત સૌથી મોટા મફત ભોજન કાર્યક્રમ છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરોપકારી શાખા છે અને તેમાં જરૂરિયાત મંદ લોકોને મફતમાં ભોજન આપવા દેશના પહેલા કોવિડ-19 હોસ્પિટલનું નિર્માણ કરવા અને પીપીઈ તથા માસ્કની આપૂર્તિ કરવાનો જિમો ઉઠાવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) સાથે જોડાયેલી અને સમાજ કલ્યાણ માટે કામ કરવાવાળી રિલાયન્સ ફાઉન્ડેશન અત્યાર સુધી 16 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના 68 જિલ્લામાં બે કરોડથી વધુ ભોજન વિતરણ કરી ચૂક્યું છે.નીતા અંબાણી ના કર્મચારી ને મોકલવામાં આવેલ સંદેશમાં કહ્યું કોવીડ-19 દુનિયા માટે ભારત માટે અને માનવ માટે અભૂતપૂર્વ મહા વારી છે. આ એક મુશ્કેલ સમય છે તેમણે કહ્યું કે કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું મિશન અન્ન સેવાના માધ્યમથી અમે પૂરા દેશમાં વંચિત સમુદાયો અને અગ્રણી કાર્યકર્તાઓને ત્રણ કરોડથી વધુ ખાવા ના પેકેટ આપીશું.

રિલાયન્સ ફાઉન્ડેશન 70 થી વધુ ભાગીદારોને રાહત કીટ અને રાશન ની પૂર્તિ કરી રહ્યું છે. જે પોતપોતાના સ્થાનમાં આ રીતે જ ભોજન વિતરણ કાર્યક્રમમાં લાગેલા છે. ભોજન વિતરણ કાર્યક્રમના સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને રિલાયન્સ ફાઉન્ડેશન ને પોતાના બહુઆયામી ઓન ધ ગ્રાઉન્ડ પ્રયાસ ચાલુ રાખ્યો છે. જેનાથી કોરોનાવાયરસ સાથેની આ જંગ મા વિજય દેશનો થાય.


કોવીડ-19 ની સામે લડાઈમાં રિલાયન્સના વિભિન્ન રાહત કોષોમાં 535 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જેમાં પીએમ કેર્સ કોષ માં 500 કરોડ રૂપિયા શામેલ છે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેયરપર્સન નીતા અંબાણી એક વિડીયો સંદેશમાં કહ્યું કે રિલાઇન્સ ને કોરોના સામે લડવા માટે મુંબઈ માં એક 100 બેડ વાળી હોસ્પિટલ શરૂ કરી હતી. જેની ક્ષમતા વધારીને 250 બેડ ની કરી દેવામાં આવી છે. રિલાયન્સે હોસ્પિટલ મુંબઈમાં બૃહમુંબઈ મહાનગરપાલિકા (BMC) ની સાથે ભાગીદારી કરીને ફક્ત બે અઠવાડિયામાં બનાવી છે.


તેમના સિવાય રિલાયન્સ રોજે 1 લાખ માસ્ક અને પીપીઈ સૂટ તૈયાર કરી રહ્યું છે. જેનાથી સ્વાસ્થ્ય કર્મીઓની મદદ કરવામાં આવી શકે. તેમના સિવાય રિલાયન્સ ઇમરજન્સી વાહનો માટે ફ્રી ઇંધણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.નીતા અંબાણીએ કહ્યુ કે દેશભરમાં રિલાયન્સ રિટેલ ના લગભગ બધા જ આઉટલેટ ખુલ્લા છે. જેમાંથી દેશમાં જરૂરી વસ્તુઓ ની ઉણપ ન થાય. સ્ટોર માં રોજે કરોડો લોકો ખરીદારી કરવા આવી રહ્યા છે.


તેમની સાથે રિલાયન્સ જીઓ એ આ સમયે લગભગ 40 કરોડ લોકો અને સેંકડો સંસ્થાઓ ને પોતાના નેટવર્ક દ્વારા કનેક્ટ રાખ્યા છે. જેનાથી વર્ક ફ્રોમ હોમ, સ્ટડી ફ્રોમ હોમ સુચારુ રૂપથી ચાલી શકે.

Post a Comment

0 Comments