કોરોના થી બચવા માટે રીક્ષા ચાલાક એ બદલી રીક્ષા ની ડિજાઇન, આનંદ મહિન્દ્રા એ આપી જોબ ની ઓફર


કોરોના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ વાયરસ થી બચવા માટે લોકો ને સોશિયલ ડિસ્ટેંસીન્ગ ની અપીલ કરવામાં આવી રહી છે. લોકો પણ સોસીયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન કરવા માટે અલગ અલગ રીત અપનાવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક રિક્ષાચાલકે એ પોતાની રિક્ષા ને કંઈક અલગ રીતે જ ડિઝાઈન કરી અને કોરોના થી બચવા માટે સોશ્યલ ડિસ્ટેંસીન્ગ ના બધા જ નિયમો ફોલો થાય છે. રીક્ષા ની ડિઝાઈન જોઈને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એ ચાલકને જોબ આપવાની ઓફર આપી છે.

ડિઝાઇન કરેલા રીક્ષા ના વિડીયો ને આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

રીક્ષા ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈપણ સવારી એક બીજા નેટ ટચ ના થઈ શકે. રિક્ષામાં ચાલક ના સિવાય ચાર સવારી આરામથી બેસી શકે છે. બધી જ સવારીના બેસવા માટે અલગ અલગ સેક્શન બનાવવામાં આવ્યા છે. જેમાં કોરોના માં સોસીયલ ડિસ્ટેંસીન્ગના નિયમો સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે પણ નીચે વીડિયો જોઈ શકો છો.

આનંદ મહિન્દ્રા એ આપી જોબની ઓફર

આનંદ મહિન્દ્રા રિક્ષાચાલક નો આઇડિયા ખૂબ જ પસંદ આવ્યો. તેમણે આ વ્યક્તિને જોબની ઑફર આપી છે. મહિન્દ્રા કંપની ના કાર્યકારી નિર્દેશક રાજેશ જેજુરીકર થી ડ્રાઈવરને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમમાં એડવાઈઝર અપોઈંટ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું આપણા દેશના લોકો ઝડપથી નવું શોધવા અને નવી પરિસ્થિતિ ઓમા ઢળી જવાની ક્ષમતા જોઈને હું હંમેશા હેરાન રહી જાઉં છું.

વિડિયો ક્યાંનો છે તે ખબર પડી શકી નથી પરંતુ વિડીયો માં જોતા રિક્ષાચાલક પશ્ચિમ બંગાળનો લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Post a Comment

0 Comments