કોરોના વાયરસ ની જંગ માં ફરી આગળ આવ્યા રોહિત, મદદ માટે મુંબઈ પોલીસને આપી આટલી હોટલ્સ


પુરા દેશમાં કોરોના જંગ ચાલુ છે. એવામાં કોવીડ-19 ની સામે સિતારઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. એવામાં એક તરફ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિતારા આગળ ચાલીને લોકોની મદદ કરી રહ્યા છે. તો ત્યાં જ બોલિવૂડમાં પણ કોઈ પાછળ નથી. બોલીવુડ સેલેબ્સ આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે પરંતુ સાથે જ આ યુદ્ધમાં મનોબળ વધારવા માટે સંભવિત કોશિશ કરી રહ્યા છે. એવામાં હવે રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે આગળ આવ્યા છે.

બોલીવુડના સુપર નિર્દેશકો માંથી એક રોહિત શેટ્ટીએ કોરોના ની સામે મેદાનમાં ઉતરી મુંબઈ પોલીસને પોતાની 8 હોટલ્સ આપી છે. ખાસ વાત એ છે કે આ હોટલમાં કોરોના સામે જંગ લડી રહેલી મુંબઈ પોલીસને નાસ્તા અને ડિનર ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોશિયલ મીડિયા ઉપર મુંબઈ પોલીસ એ રોહિત શેટ્ટી ની આ વાત માટે ખૂબ જ ધન્યવાદ કર્યો છે. ત્યાં જ તેના પહેલા પણ રોહિત મદદ માટે આગળ આવી ચુકેલા છે.રોહિત શેટ્ટીની મદદ માટે સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ રોહિતના ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને પણ કોઈ હીરો થી ઓછા કહી રહ્યા નથી. પરંતુ આ વચ્ચે થોડાક ટ્રોલર્સ એ ટ્રોલ કરવાની કોશિશ કરતા લખ્યું છે કે સમય આવા ઉપર બધા જ વસૂલ કરી લેશે. ત્યાં જ રોહિતના ફેન ટ્રોલર્સ ની ક્લાસ લગાવતા પણ નજર આવી રહ્યા છે.


તમને કહી દઈએ કે રોહિત શેટ્ટી પેલા સોનુ સૂદે પોતાની હોટલ્સ ને યોદ્ધાઓ માટે ખોલી ચૂકેલા છે. ત્યાં જ અભિનેત્રી આયશા ટાકિયા ના પતિએ પણ પોતાની હોટેલ્સ ને મદદ માટે આપી છે. તેમની સાથે શાહરૂખ ખાનને પણ પોતાની ઓફિસ મદદ માટે આપી ચૂકેલા છે.

ઉલ્લેખનીય છે કે આ મુસીબતના સમયમાં સંપૂર્ણ બોલીવુડ આગળ આવીને મદદ કરી રહ્યું છે. અક્ષય કુમાર, શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી, વરુણ ધવન, કપિલ શર્મા, વિકી કૌશલ, આલિયા ભટ્ટ સહિત ઘણા સિતારા પીએમ અને સીએમ સાથે જોડાયેલી આર્થિક મદદ કરી ચૂક્યા છે. તેમની સાથે જ માનસિક રૂપથી પણ સિતારા પોતાના ફેન્સનો ઉત્સાહ વધારી રહ્યા છે. ત્યારે એક શોર્ટ ફિલ્મ તો ક્યારેક ગીત અલગ અલગ રીતે કરોનાની સામે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. હાલમાં જ રીલીઝ થયેલું સલમાન ખાનનું ગીત પ્યાર કારોના વાયરલ થઈ રહ્યું છે.

Post a Comment

0 Comments