બધાજ મુશ્કેલ સમય માં પડછાયા ની જેમ ઋષિ કપૂર ની સાથે રહી નીતુ, જુઓ ના જોયેલી તસવીરો


કપૂર ખાનદાન માટે આ સમય ઘણો મુશ્કેલી ભર્યો છે. કેન્સર સાથે લાંબી લડાઈ પછી છેલ્લે ઋષિ કપૂર એ દુનિયા ને અલવિદા કહી. ન્યુયોર્ક માં કેન્સર નો ઈલાજ કરાવ્યા પછી ઋષિ કપૂર પાછા ભારત આવ્યા હતા. આવા મુશ્કેલ સમય માં પત્ની નીતુ કપૂર તેમની સાથે હંમેશા પડછાયા ની જેમ ઉભી રહી. તો ચાલો અમે તમને ઋષિ કપૂર અને નીતુ કપૂર ની થોડી તસ્વીરો દેખાડીએ.


નીતુ અને ઋષિ કપૂર બૉલીવુડ ના સૌથી પસંદીદા જોડીઓ માં શુમાર હતા પરંતુ બંને ની પહેલી ફિલ્મ 'જાહરીલા ઇન્સાન' ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.નીતુ ફક્ત 14 વર્ષ ની હતી જયારે તે ઋષિ કપૂર ને ડેટ કરવા લાગી હતી. તે સમય એ નીતુ ઇન્ડસ્ટ્રી માં નવી હતી. ઋષિ કપૂર ફિલ્મ ના સેટ પર નીતુ ને ચીડવતા રહેતા હતા. તેમની આ આદત થી નીતુ પરેશાન થઇ જતી હતી. આ વચ્ચેજ બંને ની દોસ્તી થઇ અને પછી પ્રેમ. ફિલ્મ 'ખેલ-ખેલ મેં' ના દરમિયાન બંને એ એકબીજાને સિરિયસલી લેવાનું શરુ કર્યું.


ઋષિ કપૂર અને નીતુ કપૂર ની સાથે ઘણી ફિલ્મ કરી. તેમાં 'રફુ ચક્કર', 'દૂસરા આદમી', 'કભી કભી', 'અમર અકબર એન્થની' જેવી ફિલ્મો માં આ જોડી એ દર્શકો એ પસંદ કરી. ત્યાં સુધી ઇન્ડસ્ટ્રી માં એ ખબર ફેલાઈ ચુકી હતી કે નીતુ અને ઋષિ કપૂર લગ્ન કરી શકે છે.એક ઈન્ટરવ્યું માં નીતુ એ પોતાના એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે ઋષિ ખુબજ સ્ટ્રીક બોયફ્રેન્ડ છે. તે તેમને 8.30 પછી કામ કરવાની ના કહેતા હતા. નીતુ ની માતા ને તેમનું અને ઋષિ નું સાથે ફરવું પસંદ ન હતું. જયારે પણ તે ડેટ પર જતા હતા ત્યારે નીતુ ની માતા તેમના કઝીન ને સાથે મોકલતી હતી.


પાંચ વર્ષ ડેટ કાર્ય પછી વર્ષ 1980 માં ઋષિ અને નીતુ એ લગ્ન કરી લીધા. મજેદાર વાત એ કહી કે ઋષિ અને નીતુ બંને પોતાના લગ્ન માં બેભાન થઇ ગયા હતા. નીતુ પોતાનો લહેંગો સંભાળતા સંભાળતા બેભાન થઇ ગઈ અને ઋષિ પોતાની આજુબાજુ ખુબજ ભીડ જોઈને પરેશાન થઇ ગયા અને બેભાન થઇ ગયા હતા. જયારે તે બંને ઠીક થયા ત્યારબાદ લગ્ન ની રસમો પુરી કરવામાં આવી. 

Post a Comment

0 Comments