ઋષિ કપૂર નું નિધન, અમિતાભ બચ્ચન એ ટ્વીટ કરીને આપી જાણકારી


દિગ્ગજ બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર નું નિધન થઇ ચૂક્યું છે. ખરાબ તબિયત પછી તેમને હોસ્પિટલ માં ભર્તી કરવામાં આવ્યા હતા.મહાનાયક અમિતાભ બચ્ચને આ વિષે ની જાણકારી આપી છે.

બૉલીવુડ ના એક્ટર ઈરફાન ખાન ના નિધન ની ખબર થી લોકો હજુ ઉભર્યા નથી ત્યાં બૉલીવુડ ના એક્ટર ઋષિ કપૂર એ પણ આ દુનિયા ને અલવિદા કહી છે. અમિતાભ બચ્ચન એ પોતાના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી ને લખ્યું 'તે ચાલ્યા ગયા.. ઋષિ કપૂર ચાલ્યા ગયા.. હું ખતમ થઇ ગયો..'

બુધવાર એ એક્ટર ની તબિયત અચાનક વધુ ખરાબ થઇ ગઈ જેના પછી તેમને હોસ્પિટલ માં એડમિટ કરવા પડ્યા હતા. તેમનો ઈલાજ મુંબઈ ના એચ.એન રિલાયન્સ હોસ્પિટલ માં ચાલી રહ્યો હતો. ભાઈ રણધીર કપૂર એ આ ખબર ને કન્ફોર્મ કરી છે જે ઋષિ કપૂર ની તબિયત ઠીક નથી. હવે આજ હોસ્પિટલમાં તેમણે છેલ્લો શ્વાસ લીધો.

Post a Comment

0 Comments