વ્રત માટે બનાવો ખુબજ સ્વાદિષ્ટ એવી 'સાબુદાણા કેટલેસ'


આપણે તહેવાર અથવા તો વ્રત ના સમય પર ઘણા અલગ અલગ વ્યંજન બનાવતા હોઈએ છીએ. આજે અમે તમારા માટે સાબુદાણા ની કટલેસ ની રેસિપી લઈને આવ્યા છીએ જેમનો ચટપટો સ્વાદ બધાજ લોકોને પસંદ આવશે.

સામગ્રી :

  • 250 ગ્રામ બાફેલા બટેકા
  • 1 કપ સાબુદાણા,
  • સેંધા નમક સ્વાદ અનુસાર
  • મરી પાવડર સ્વાદ અનુસાર
  • 1/2 કપ પીસેલી મગફળી
  • 2-3 લીલી મરચી
  • 1/2 કપ બારીક કાપેલા ધાણા
  • 1/2 લીંબુ
  • તળવા માટે તેલ


રીત :

સૌથી પહેલા સાબુદાને ધોઈને પાણી માં પલાળી દો. થોડીવાર પછી તેને પાણી માંથી કાઢી લો અને 1 થી 2 કલાક માટે રાખી દો.

હવે મગફળી ને થોડી હળવી પીસી લો અને બટાકા ને છીલી ને મૈશ કરી લો. ત્યારબાદ સાબુદાણા, બારીક કાપેલી લીલી મરચી, લીલા ધાણા, સેંધા નમક, મરી પાવડર, લીંબુ નો રસ તથા પીસેલી મગફળી નાખી ને સારી રીતે મિક્ષ કરો અને મિશ્રણ તૈયાર કરો.

હવે કડાઈ માં તેલ ગરમ કરવા માટે મુકો. મિશ્રણ ને લઈને નાની નાની ગોળી વાળો અને તેને હળવી ચપટી કરો. હવે તેને ધીમી આંચ પર ગોલ્ડાન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

તૈયાર છે તમારી સાબુદાણા ની કટલેસ, હવે તમે તેને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

Post a Comment

0 Comments