જે નાક ને છુપાવતા રહેતા હતા શાહરુખ ખાન એજ કારણે મળી હતી પહેલી ફિલ્મ, હેમા એ કહી હતી આ વાત


લોકડાઉન ના કારણે સિનેમા ઠપ પડ્યો છે. એવામાં કોઈપણ નવા કાર્યક્રમ શૂટ થઈ રહ્યા નથી અને ના કોઈ પણ ફિલ્મ નું શૂટિંગ થઇ રહ્યું છે. એ જ કારણે ટીવી ઉપર પણ જુના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. એવામાં અમે તમને સિનેમા અને સિતારાઓના જુના કિસ્સા સાથે રૂબરૂ કરાવી રહ્યા છીએ. આ કિસ્સામાં આગળ વધતા આજે અમે તમને શાહરૂખ ખાનની નાક સાથે જોડાયેલો કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ.
શાહરુખ જ્યારે 15 વર્ષના હતા ત્યારે કેન્સરથી તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. તેમના પિતા ન ફક્ત એક વકીલ પરંતુ એક સ્વતંત્ર સેનાની પણ હતા. તે જ્યારે 14-15 વર્ષનાં હતાં તો સ્વતંત્રતા આંદોલન દરમિયાન જેલ ગયા હતા અને પછી તે મૌલાના અબ્દુલ કલામ આઝાદના સામે ચૂંટણી પણ લડ્યા પરંતુ હારી ગયા. ત્યાં જ તેમણે ઘણા બિજનેસ માં હાથ અજમાવ્યો પરંતુ અસફળ રહ્યા.શાહરૂખ ખાનને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સાથે ઘણો સારો સંબંધ છે. શાહરૂખ ખાનના પિતા 1974 સુધી એનએચડી માં મેસ ચલાવતા હતા અને જ્યારે શાહરૂખ પોતાના પિતાની સાથે ત્યાં આવ્યા કરતા હતા. ત્યાં શાહરુખ એ રોહિણી હંટગડી, સુરેખા સીકરી, રઘુવીર યાદવ, રાજ બબ્બર જેવા કલાકાર અભિનય કરતા જોયા હતા. તે ઈબ્રાહીમ અલકાજીની સાથે રહેતા અને 'સૂરજ કા સાતવા ઘોડા' જેવા નાટકો નું રિયસલ જોતા. આ પ્રકારે અભિનય અને સિનેમા સાથે તેમનો લગાવ શરૂ થઇ ગયો.

1991 માં શાહરુખ ખાન પહેલી વાર ફિલ્મ હેમા માલીની ની 'દિલ આશના હે' માં નજર આવ્યા હતા. જ્યારે મુખ્ય અભિનેતાના રૂપમાં તેમની પહેલી ફિલ્મ 25 જૂન 1992 'દિવાના' રિલીઝ થઈ હતી. થોડા વર્ષ પહેલા જ્યારે શાહરૂખ ખાનને સિનેમા 25 વર્ષ પુરા થયા હતા. તો સમર ખાન એ લખેલી પુસ્તક 'SRK-25 ઈયર ઓફ લાઈફ' લોન્ચ કરી હતી.પુસ્તક લોંચ ના સમયે શાહરૂખે એક કિસ્સા ની વાત કરી અને કહ્યું હતું કે જ્યારે હું હેમા જી સાથે ફિલ્મ 'દિલ આસના હે' કરી રહ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે તને આ ફિલ્મ તારી નાક ના કારણે મળી રહી છે કેમકે તે બાકી બધાથી અલગ છે. હેમા જી ની આ વાત મને ઘણી હેરાન કરી દીધી હતી. કેમ કે હું મારી જે નાક ને બધા થી છુપાવવું તો ફરતો હતો તે હેમાજી ને પસંદ આવી ગઈ.

શાહરૂખે આગળ કહ્યું હતું 'એવામાં ઘણા ઓછા લોકો હોય છે જેમને ડ્રીમ ગર્લ પાસેથી કોમ્પ્લીમેન્ટ સાંભળવા મળે છે. હું એમાંથી એક છું. ત્યાર બાદ શાહરુખે પોતાના કરિયર ને જીતના જૂનુંન કહેતાં કહ્યું હતું 25 વર્ષ પહેલા જ્યારે હું બોલિવૂડમાં આવ્યો હતો હું એક સામાન્ય છોકરા ની જેમજ હતો. જેમણે આંખોમાં સપના જોયા હતા અને દિલમાં જૂનુંન. એજ જુનુન એ આ મુકામ સુધી પહોંચાડી દીધો. જીવનમાં ઉતાર-ચઢાવ થી મેં એટલું શીખી લીધું છે કે સફળતા અને અસફળતા ને આરામથી મેનેજ કરી શકું છું.

Post a Comment

0 Comments