કોરોના માં ફસાયેલા મરીજો માટે શાહરુખ એ દેખાડી દરિયાદિલી, હોસ્પિલ માટે કર્યું આ મોટું કામ


આખું વિશ્વ આ દિવસોમાં કોરોના વાયરસની સામે યુદ્ધ લડી રહ્યું છે. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, તે લોકોને તેમની રીતે મદદ કરી રહ્યા છે. આને કારણે કિંગ ખાન શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખાને પણ એક પગલું આગળ વધાર્યું છે. શાહરૂખે મુંબઈમાં ક્વોરેન્ટાઇન ક્ષમતા વધારવા માટે BMC ને તેની 4 માળની ઓફિસ આપી છે. આટલું જ નહીં, અહીં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ક્વોરેન્ટાઇનમાં રાખીને જરૂરીયાતની અન્ય ચીજો પણ આપી છે.

બીએમસીએ શાહરૂખ-ગૌરીનો આભાર માન્યો:

શાહરૂખ ખાનની ઉદારતાને ધ્યાનમાં રાખીને  , બીએમસીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમનો આભાર માન્યો છે. બીએમસીએ લખ્યું - "એકતામાં શક્તિ છે. અમે શાહરૂખ અને ગૌરીને 4 માળની ઓફિસ પૂરી પાડવા બદલ અને બાળકો, મહિલાઓ અને વડીલોને જરૂરિયાત નો સામાન અને પોતાની 4 માલ ની ઓફિસ આપી."

આ પહેલા 2 એપ્રિલના રોજ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીજ દ્વારા પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી. તેમાંથી શાહરૂખ ખાન, ગૌરી ખાન, જુહી ચાવલા અને કોલકાતા નાઈટ રાઇડર્સના જય મહેતાએ પીએમ કેરેસ ફંડમાં પૈસા આપવા વાત કરી હતી. રેડ ચિલીજના માલિક ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફંડમાં દાન આપવાની જાહેરાત કરી હતી.

શાહરૂખ વતી આરોગ્ય સંભાળ કામદારોના સમર્થન અને સુરક્ષા માટે 50 હજાર પીપીઆઇ (પર્સનલ પ્રોક્ટીવ ઇક્વિપમેન્ટ) કીટ આપવા માટે, મીર ફાઉન્ડેશન વતી 5500 પરિવારો માટે એક મહિનાનું ભોજન, દૈનિક મજૂર અને ગરીબ લોકોને એક મહિના ની વ્યવસ્થા અને એસિડ એટેક સર્વાઇવર ને મદદ કરવા માટે નો સંકલ્પ લીધો હતો.

Post a Comment

0 Comments