સિંગાપુર શોધકર્તા નું રિસર્ચ : દુનિયા માંથી સંપૂર્ણ રીતે કોરોના વાયરસ 9 ડિસેમ્બર એ થશે ખતમ, જુઓ દેશો ની લિસ્ટ


ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોનાવાયરસ આજે વૈશ્વિક મહામારીનું રૂપ લઈ ચૂક્યો છે અને આ વખતે દુનિયા 200થી વધુ દેશ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ચૂકી છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ કોરોનાવાયરસ ની વેક્સીન તૈયાર કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે પરંતુ જ્યાં સુધી વેક્સીન નહીં આવી જતી ત્યાં સુધી કરોનાનું સંક્રમણ સોસીયલ ડિસ્ટેંસીન્ગ દ્વારા જ રોકી શકાય છે. એના કારણે તમામ દેશોમાં લોકડાઉન ની ઘોષણા કરવામાં આવી છે. તેમના પછીથી લોકો પોતાના ઘરોમાં છે. એવામાં બધા જ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે કોરોના ક્યારે ખતમ થશે?

કયા દેશમાં ક્યાં સુધી ખતમ થઈ શકે છે કોરોનાવાયરસ?


કોરોનાવાયરસ ને ખતમ થવાને લઈને એક અધ્યયન કરવામાં આવ્યું છે. આ અધ્યયન એસઆઈઆર મોડલ (susceptible-infected-recovered) ના દ્વારા કરવામાં આવ્યું છે. એમાં મહામારી ના જીવન ચક્ર થી લઈને તેના ખતમ થવા સુધીના અનુમાન લગાવવામાં આવ્યું છે. કોરોના ના ખતમ થવાની આ ભવિષ્યવાણી હજુ સુધી દેશોમાં કોરોનાવાયરસ ના વધતા-ઘટતા સંક્રમણના આધારિત કરવામાં આવી છે. સમયની સાથે સાથે આ ભવિષ્યવાણી બદલી પણ શકે છે. આ ભવિષ્યવાણી લુઓ જિયાનકસી 2020 ની થીયરી અને કાર્યપ્રણાલી ઉપર આધારિત છે અને તેને SUTD ડેટા ડ્રાઈવેન ઇનોવેશન લૈબ અને સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન ના સંયુક્ત રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કયા દેશમાં ક્યાં સુધીમાં કોરોના થઇ શકે છે ખતમ.

ભારત : ભારતમાં 22 મે સુધી કોરોના 97 ટકા કેસ ખતમ થઇ જશે. જ્યારે એક જૂન સુધી 99% અને 26 જુલાઈ સુધી ભારતથી કોરોના સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

ઇટલી :  ઇટલી માં 8 મેં સુધી કોરોના નું સંક્રમણ 97 ટકા સુધી, 21 મેં સુધી 99 ટકા અને 25 ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.

પાકિસ્તાન : પાકિસ્તાન માં 27 એપ્રિલ થી કોરોના કાબૂમાં આવવા લાગશે. 9 જૂન સુધી 97 ટકા ખતમ થઇ જશે. 23 જૂન સુધી 99 ટકા સંક્રમણ ખતમ થઇ જશે અને 1 ડિસેમ્બર સુધી પાકિસ્તાન કોરોના મુક્ત થઇ જશે.

અમેરિકા : અમેરિકા ની વાત કરવામાં આવે તો 12 મે સુધી અહીં 97 ટકા પણ ખતમ થઇ જશે. 24 મે સુધી 99 ટકા અને 27 ઓગસ્ટ સુધી અમેરિકામાં કોરોનાવાયરસ નું સંક્રમણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

ઓસ્ટ્રેલિયા : અહીં 20 એપ્રિલ સુધી 99 ટકા કેસ ખતમ થઇ ચુક્યા છે અને 23 મેં સુધી ઓસ્ટ્રેલિયા કોરોના ફ્રી થઇ જશે.

સિંગાપુર : સિંગાપુર માં 5 મેં સુધી કોરોના ના કેસ અચાનક થી ઓછા થવા લાગશે અને 4 જૂન સુધી 97 ટકા સંક્રમણ ખતમ થઇ જશે, જ્યારે 14 જુલાઈ સુધી 97 ટકા કેસ ખતમ થઇ જશે અને 8 ઓગસ્ટ સુધી સિંગાપુર કોરોના મુક્ત થઇ જશે.

સ્પેન : સ્પેન માં કોરોના 7 ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે ખતમ થઇ શકે છે.

ઈઝરાઈલ : ઈઝરાઈલ માં 4 મેં સુધી કોરોના 97 ટકા, 15 મેં સુધી 99 ટકા અને 4 જુલાઈ સુધી 100 ટકા કેસ ખતમ થઇ જશે.

જર્મની : જર્મની માં 3 મેં સુધી કોરોના ના 97 ટકા કેસ ખતમ થઇ જશે અને 1 ઓગસ્ટ સુધી જર્મની કોરોના મુક્ત થઇ જશે.

વિશ્વ : સંપૂર્ણ દુનિયા માં 29 મેં સુધી કોરોના ના 97 ટકા કેસ ખતમ થઇ જશે, પરંતુ કોરોના નું સંપૂર્ણ સંક્રમણ 8 ડિસેમ્બર સુધી ખતમ થશે.

Post a Comment

0 Comments