SVNITના ફ્રોફેસરનો દાવો આ ઔષધિથી સાજા થઇ શકે છે કોરોના ના દર્દી


કોરોના વાયરસ હાલ વિશ્વમાં ફેલાઈ ચુક્યો છે કોરોના જંગની સામે બધા જ લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. ભારત સહિત વિશ્વના વૈજ્ઞાનિકો કોરોનાવાયરસ એટલે કે કોવીડ-19 ની દવા શોધી રહી છે. એવામાં એસવીએનઆઈટી ના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર એસ.કે. શાહુ અને રિસર્ચ સ્કોલર ડોક્ટર સેશુ વર્ધન એ દાવો કર્યો છે કે કોવીડ-19ના દર્દીઓ ને જેવી રીતે મલેરિયાની એટલે કે હાઇડ્રોકસીરોકવીન થી સજા કરી શકાય છે. એવી જ રીતે તુલસી, લીમડો અને લીંબુ સહિતની ઔષધિ થી પણ કોરોના ના દર્દીઓ ને સાજા કરી શકાય. આજે વિશ્વમાં કોરોના ની દવા મળી ના હોવાથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે વૈજ્ઞાનિક બાદ ઇજનેર પણ કોરોના ની દવા શોધવામાં આગળ આવ્યા છે.

કોરોના સામે લાડવા માટે આ ઔષધિ લાભદાયી

એસવીએનઆઈટી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એસોસિયેટ પ્રોફેસર શાહુ એ કોરોના નો ડેટાબેઝ લીધો હતો. સમજીએ તો કયા પ્રકારના પ્રોટીન સહિતની બાબતો. જે પછી ડેટાબેઝ ને કોપ્યુટર માં નાખવામાં આવ્યો હતો અને અલગ-અલગ રીતે ડ્રગ, રસાયણ, દવાઓ તેમજ ઔષધીઓનો ડેટાબેઝ થી બને મર્જ કર્યા હતા. તેવામાં તુલસી, લીમડો, લીંબુ સહિતના મોલિકલ કોવિડ-19 ના પ્રોટીન સાથે સરળતાથી મર્જ થઇ ગયા હતા. આ સાથે જ કોરોના ના વાયરસ ને પ્રસરતા અટકાવ્યો હતો. જેને પગલે શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ હતી. આમ ઇજનેરને તુલસી, લીમડા અને લીંબુ સહિતની ઔષધિઓથી કોરોના સામે લડવામાં થોડી સફળતા મળી હતી. જોકે હાલ પૂરેપૂરી સફળતા મેળવવા માટે રિસર્ચ કાર્યરત છે.

Post a Comment

0 Comments