દીકરી ને સલામ : શીતલ જેવા લોકો ખરેખર આ મુશ્કેલ સમયમાં લોકો માટે મદદગાર બની ને ઉભરે છે


કોરોનાવાયરસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અવરજવરના તમામ વાહનો બંધ હોવાને કારણે લોકોને કટોકટીમાં ક્યાંય પણ જવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ દરમિયાન, મુંબઈમાં એક મહિલા ઓટોરિક્ષા ડ્રાઈવર જરૂરીયાતમંદોને નિ:શુલ્ક સવારી આપી રહી છે.

કટોકટીમાં ગરીબને ક્યાંય લઈ જવા માટે પૈસા ન લેતી શીતલ કહે છે કે લોકડાઉન પહેલાં હું મારા પરિવારનું પાલન પોષણ કરવા ઓટોરિક્ષા ચલાવતી હતી, પરંતુ હવે હું લોકોને મફત સવારી આપી રહી છું. લોકડાઉન દરમ્યાન ગરીબ લોકોને મુશ્કેલીમાં મુકાતા જોઈને, તેઓને ક્યાંય પણ પરિવહન કરવા પૈસા નહીં લેવાનું નક્કી કર્યું. મારા માટે આ કાર્ય લોકોની સેવા કરવા જેવું છે.

લોકોને મફત મંજિલ સુધી પહોંચાડવા થી શાંતિ મળે છે

શીતલ આખો દિવસ તેની ઓટોરિક્ષા સાથે મુંબઈના માર્ગો પર તૈનાત રહે છે. કોઈપણ જરૂરિયાતમંદને તેના લક્ષ્ય સુધી પહોંચાડવું તેને શાંતિ આપે છે. શીતલ જેવા લોકો ખરેખર આ મુશ્કેલ સમયમાં લોકો માટે મદદગાર બની ને ઉભરે છે.

Post a Comment

0 Comments