સુરત માં અજીબ ઘટના : સુરતમાં કોરોનના ડરથી સોસાયટી માંથી શિક્ષિકાને કાઢી મૂકી


કોરોના ના કારણે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. સરકાર દ્વારા તેમજ તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો. બીજી તરફ જે વ્યક્તિ સમાજ સેવા માટે કામ કરી રહ્યા છે એને સોસાયટી સ્વીકાર કરવા તેમજ ઘરમાં રહેવા દેવા માટે તૈયાર નથી.

આટલી દશરથ ની સ્થિતિ વચ્ચે દિલ્હીમાં તબીબોને સોસાયટીમાં રહેવા દેવા અંગે બબાલ થઈ હતી. ત્યારબાદ એક કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે. સુરતમાં કોરોના ના કારણે લોકોએ એક શિક્ષિકાને સોસાયટી માંથી કાઢી મુકી છે.

કોરોના કપરા સમયમાં શિક્ષિકા વ્યારા થી સુરત લોક સેવા કરવા માટે આવી હતી પરંતુ તેમને અઠવા લાઇન્સની સોસાયટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એક તરફ લોકોએ ઘરની બહાર કાઢ્યા હતા ત્યાં જ તે અઢી મહિના ના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા માટે અપીલ કરતી રહી પણ કોઈપણ વ્યક્તિ એકનો બે ન થયો હતો. કોઈ વ્યક્તિ એનું કંઈ પણ સાંભળ્યું ન હતું.

એના માહોલમાં સોસાયટીમાં રહેતા લોકોની સંવેદના ધોવાઇ ગઇ હોય તેવો નજારો સામે આવ્યો હતો. અંતે શિક્ષિકાએ સમિતિની શાળામાં આશરો લેવો પડ્યો હતો. વ્યારાની રહેવાસી રાધા ગામીત શિક્ષણ સમિતિની શાળા નંબર 2 માં ફરજ બજાવે છે. તારીખ 31 માર્ચે અઠવાલાઇન્સ ઓલપાડ વિસ્તારમાં ફ્લેટ ભાડે લીધો હતો. તેમણે વ્યારા થી આવીને અહીં રહેતા હતા પરંતુ કોરોના ડરના કારણે સોસાયટીના લોકોએ તેમને ઘર ખાલી કરાવ્યું હતું. પરન્તુ રાધાએ ઘર ખાલી કરવા અંગે ના પાડતા હંગામો થયો હતો.

શિક્ષિકાના માતા-પિતા લોકોને હાથ જોડીને વિનંતી કરતા રહ્યા હતા છતાં સ્થાનિકોએ તેમની એક પણ સાંભળ્યું ન હતું. લોકોનું કહેવું હતું કે તેઓ કોરોના ના ભયના કારણે સોસાયટીમાં તેમને રહેવા દેશે નહીં. આ કેસમાં પોલીસના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. હાલના શિક્ષણ સમિતિની શાળામાં રહેવા માટે મજબૂત થઈ છે.

બીજી તરફ દેશના ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં પણ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સંક્રમણ ફેલાવવાનો ડરથી એક મહિલા ડોક્ટરને ઘર ખાલી ન કરવા પર દુષ્કર્મની ધમકી આપવામાં આવી હતી. ભૂવનેશ્વર શહેરની આ મહિલા ડોક્ટર કોરોના ના દર્દીઓની સેવા કરી રહી છે. પોલીસ ના રિપોર્ટ પ્રમાણે તેમણે આરોપ લગાવ્યો હતો કે સોસાયટીમાં રહેતી હતી તેનો એક પદાધિકાર તેમના પર સંક્રમણની આશંકા વ્યક્ત કરી રહ્યો છે. આ સાથે ફ્લેટ ખાલી કરવા માટે તે લોકો દબાણ કરી રહ્યા હતા. સાથે જ તેમણે દુષ્કર્મ કરવાની પણ ધમકી આપી હતી. મહિલા તબીબે આ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Post a Comment

0 Comments