તારક મહેતાના એક્ટરની બિલ્ડિંગમાં એકસાથે આટલા કોરોના પોઝિટિવ, હાહાકાર મચી ગયો  • કોરોના નો ખતરો દિવસે અને દિવસે સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટી મોટી સેલિબ્રિટી અને હસ્તીઓ પણ પોતાના ઘરમાં પોતાનો સમય પસાર કરી રહી છે. હાલ દેશમાં 21 દિવસ નું લોકડાઉન છે અને સરકાર પણ એને સંબંધિત પુરી તૈયાર છે.
  • હાલમાં એક મોટી માહિતી મળી રહી છે કે તારક મહેતા ના એક અભિનેતાની સોસાયટીમાં એક સાથે ત્રણ લોકોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને જોતા જ હાહાકાર મચી ગયો છે. તેમજ ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
  • અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં બાઘા નુ પાત્ર ભજવનાર તન્મય વેકરીયા છે. તેમની સોસાયટીમાં હાલમાં ત્રણ લોકોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારબાદ ઘરો ને સીલ કરી દેવામાં આવ્યા છે.  • ઉલ્લેખનીય છે કે તનમય કાંદીવલી વેસ્ટ માં રાજ આર્કેડ બિલ્ડિંગમાં રહે છે. એક રિપોર્ટ મુજબ બાઘા ની બિલ્ડીંગ ને BMC એ સીલ કરી દીધું છે. મંગળવારથી આ બિલ્ડીંગ 14 દિવસ સુધી કોરોન્ટાઈન ઉપર રહેશે.
  • તન્મયે આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે જરૂરી સામાન માટે સીક્યુરિટી ગાર્ડ મદદ કરે છે. કોઈપણ સોસાયટીની બહાર જઈ શકતું નથી અને અંદર પણ આવી શકતું નથી. જે ત્રણ લોકો કોરોનાવાયરસ થયા છે તેમની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી હતી નહીં. આ ત્રણેય લોકો ને સેવન હિલ્સ હોસ્પિટલમાં હાલ એડમીટ કરવામાં આવ્યા છે પ્રાર્થના કરું છું કે તે લોકો જલ્દીથી સાજા થઇ જાય.

Post a Comment

0 Comments