22 દિવસ ના બાળક ને ખોળામાં લઈને લોકોની સેવા કરી રહી છે IAS, માં ની મમતા અને ફરજ પ્રત્યેના આ જૂનુન ને સલામ


  • કોરોના સામે જંગ લડનારા ઘણા લડવૈયાઓ છે જેઓ તેમના પરિવાર કરતા તેમના ફરજને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. આવા જ એક કોરોના વોરિયર છે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને વિશાખાપટ્ટનમમાં મહિલા આઈએએસ અધિકારી ગુમમાલા. જે પોતાના 22 દિવસ ના બાળક ને સાથે લઈને ફરજ બજાવે છે.

  • તમને જણાવી દઇએ કે કમિશનર સૃજના પુત્રને જન્મ આપ્યાના માત્ર 22 દિવસ પછી જ ઓફિસ પરત આવી છે. તેમણે કહ્યું - દેશમાં એવી ઘણી માતા છે જેઓ આ રોગચાળો સાથે સંઘર્ષ કરી રહી છે. તો હું ઘરે આરામ કેવી રીતે કરી શકું.


  • કેટલીકવાર તે ઘરે બાળકોને છોડી ને આવે છે અને કેટલીક વાર તેને ખોળામાં લઈ ઓફિસ પહોંચે છે. જ્યારે મીડિયાએ તેની સાથે બાળક ને સંભાળવા વિશે વાત કરી, ત્યારે તેણે કહ્યું કે તે દર ચાર કલાકે ઘરે જતી રહે છે તેના પુત્રને ખવડાવવા. બાકીનો સમય મારા વકીલ પતિ અને માતા તેનો આમાં સપોર્ટ કરે છે.

  • મીડિયા સાથેની વાતચીત દરમિયાન આઈ.એ.એસ. અધિકારી સૃજનાએ કહ્યું - હું આપણા રાજ્યના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીના આદેશ અને જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સહકારથી કોરોના નિયંત્રણ માટે કામ કરી રહી છું. મુખ્યત્વે લોકોને પીવાનું પાણી પહોંચાડવું અને સ્વચ્છતા જાળવવી.


  • જ્યારે આઈએએસ અધિકારીઓ ફરજ પરથી પાછા ઘરે જાય છે, ત્યારે તેઓ મોબાઇલ દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન અને સૂચના આપતા રહે છે. તે 24 કલાક મોબાઇલ પર જિલ્લાના સ્ટાફ અને લોકોને મદદ કરે છે.

  • આઈએએસ અધિકારી સૃજનાએ જણાવ્યું હતું કે, તેમ છતાં તે અધિકારી તરીકે કડક છે, પરંતુ માતા તરીકે તે ખૂબ સવેન્દનશીલ છે.



  • પીએમ મોદીની અપીલ પર આઈએએસ મહિલા અધિકારી સૃજન ગુમમાલાએ પણ તેમના ઘરની બહાર દીવો પ્રગટાવ્યો હતો.

Post a Comment

0 Comments