આ અભિનેત્રી એ શેયર કરી પોતાની ક્યૂટ તસ્વીર, શું તમે ઓળખી?


સિતારા ઓ જયારે હવે ઘરે છે ત્યારે તેઓ પોતાની જૂની યાદો ચાહકો સાથે શેર કરી રહ્યા છે. ફેન્સને તેમની આ તસવીરો પણ પસંદ આવે છે, કારણ કે તેઓ સામાન્ય રીતે સીતારાઓના બાળપણના ની તસ્વીર પ્રથમ વખત જોતા હોય છે. આ વખતે નવાબ પરિવારની એક અભિનેત્રીની બાળપણની તસવીરો સામે આવી છે.બાળપણની આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. જો તમે તેને નથી ઓળખી શક્યા, તો ચાલો અમે તમને જણાવીએ. આ છે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન. સારા વારંવાર થ્રોબેક તસ્વીર થી ફેન્સને આશ્ચર્યચકિત કરે છે.ફોટો શેર કરતી વખતે સારા અલી ખાને કેપ્શનમાં લખ્યું 'મારા સ્વપ્ન ની રાણી... હંમેશા હું હતી'. તસવીરમાં સારા ખરેખર રાજકુમારી કરતા ઓછી દેખાતી નથી. તેણે હેવી ડ્રેસ સાથે મેચિંગ જ્વેલરી પહેરી છે.


તાજેતરમાં સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ ફોટામાં સારા અને ઇબ્રાહિમ વર્કઆઉટ પછી આરામ કરતા નજરે પડે છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'નોક-નોક, કોણ છે? અમે નથી, કારણ કે અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ. ' સારા અલી ખાન હાલમાં સોશિયલ મીડિયા પર તેના નોક-નોક જોક્સ ને લઈને ચર્ચામાં છે.


ફિલ્મોની વાત કરીએ તો સારા તાજેતરમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહની વિરુદ્ધ જોવા મળી હતી. આ સિવાય કાર્તિક આર્યન સાથે 'લવ આજકાલ' ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ હતી. હવે તે વરુણ ધવન સાથેની ફિલ્મ 'કુલી નંબર વન' ની સિક્વલમાં જોવા મળશે.

Post a Comment

0 Comments