જાણો લોકડાઉનમા આપણા વાયુમંડળ માં શું થયો મોટો બદલાવ, કેટલા વર્ષ નો તૂટ્યો રેકોર્ડ, વાંચો NASA ની આ રિપોર્ટ


કોરોનાવાયરસ ના સંક્રમણ ઉપર નિયંત્રણ મેળવવા માટે છેલ્લા 25 માર્ચ એ પૂરા ભારતમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉન પછી દેશ ની 130 કરોડ જનસંખ્યા ઘરમાં બંધ થઈ ગઈ છે અને દેશમાં ચાલી રહેલા કારખાનાઓ અને કાર, બસ-ટ્રક, રેલવે નુ સંચાલન અને હવાઈ જહાજ યાતાયાતો બંધ કરી દેવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકડાઉન ના ફક્ત એક અઠવાડિયામાં માનવીય ગતિવિધિઓ બંધ હોવાથી વિશેષ ઉત્તર ભારતના વાયુમંડળમાં કેટલો સકારાત્મક બદલાવ આવ્યો. નાસાએ હાલમાં જ એક રિપોર્ટ જારી કરીને તેનો ખુલાસો કર્યો છે.

નાસા એ શેર કર્યો રિપોર્ટ

નાસાએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે લોકડાઉન ના ફક્ત એક જ અઠવાડિયાની અંદર ઉત્તર ભારતની હવામાં રહેલ એરોસોલ માં છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર એટલી પડતી આવી છે. નાસા દ્વારા ઉપગ્રહ સવેંદકો દ્વારા ઉત્તર ભારતમાં એરોસોલ નું અંતર માપવામાં આવ્યું. જેમાં વાયુ માં રહેલ એરબોર્ન પાર્ટિકલ લેવલ છેલ્લા 20 વર્ષમાં સૌથી નીચલા સ્તર ઉપર મળી આવ્યું.


સ્વાસ્થ્ય ઉપર પડે છે પ્રભાવ

કહી દઈએ કે હવામાં પ્રદૂષણ ના ઘણા માનવનિર્મિત ગતિવિધિઓ કારણે ઉત્પન્ન થાય છે. એંથોપોજેનિક (માનવ નિર્મિત) સ્ત્રોતોથી એરોસોલ ના કારણે ભારતમાં ઘણા શહેરો વાયુ પ્રદૂષણમાં વૃદ્ધિ હોવાના કારણે તે લોકોનું સ્વાસ્થ્ય ને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યા છે. જાણ થાય કે એરોસોલ હવામાન નિલંબિત નાના અને તરલ કણ હોય છે. જે આપણી આંખની રોશની ને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં આ માનવ ફેફસાં અને હૃદયને પણ નુકસાન પહોંચાડે છે. તે માનવ નિર્મિત એરોસોલ અધિકાંશ નાના કણ નું યોગદાન કરે છે. જેનાથી માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની અધિકાંશ સંભાવના હોય છે.


નાસાએ જારી કયો આ નકશો


નાસાના માર્સ સ્પેસ ફલાઈટ સેન્ટર ના એક યુનિવર્સિટી સ્પેસ રીસર્ચ એસોસિએશન ના વૈજ્ઞાનિક પવન ગુપ્તા ને કહ્યું 'અમને ખબર હતી કે લોકડાઉન ના દરમ્યાન અમે ઘણા સ્થાનો પર વાયુમંડળીય રચનામાં બદલાવ જોઈશું. પરંતુ મેં વર્ષના આ સમય ઈન્ડો-ગંગાના મેદાનમાં એરોસોલ ના મૂલ્યો ને એટલું ઓછું ક્યારેય નથી જોયું.' તેમણે નકશો પણ બહાર પડ્યો જેમને જોતા ખબર પડે છે કે લોકડાઉન ના પછી તેમાં શું બદલાવ આવ્યો.

Post a Comment

0 Comments