જો આ વસ્તુ નું પાલન કરવામાં નહિ આવે તો દેશ ની 80% સુધી ની આબાદી આવી શકે છે કોરોના ની ચપેટ માં  • કોરોના વાયરસનું જોખમ આખા દેશમાં સતત વધી રહ્યું છે. આ વાયરસના ભયથી લોકોને ક્યારે રાહત મળશે તે વિશે કહેવું ખૂબ મુશ્કેલ છે. દિવસેને દિવસે કોરોના વાયરસનો ચેપ લોકોને પકડમાં લઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્યથા, જે વ્યક્તિ સોસીયલ ડિસ્ટન્સને અનુસરશે નહીં તે પોતાને અને તેના પરિવારને જોખમમાં મૂકે છે.
  • લોકોના જીવનને બચાવવા અને પરિવારને સુરક્ષિત રાખવા માટે સોસીયલ ડિસ્ટન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે બધાએ કોરોના વાયરસના ફેલાવાને રોકવો પડશે અને આ સંક્રમણને તોડવો પડશે, બીજો કોઈ રસ્તો નથી.
  • જેમ તમે જાણો છો, કોરોના વાયરસનું સંકટ દેશમાં એવી રીતે ફેલાયું છે કે લોકો આ ચેપની પકડમાં રોજ આવી રહ્યા છે, આ વાયરસના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આખરે શું સમયસર આ વાયરસનું સંકટ અટકશે?
  • શું તે ભવિષ્યમાં તેના પ્રકૃતિમાં પરિવર્તન કરશે કે પછી આ વાયરસ સામે ટકી રહેવાની શક્તિ ઉત્પન્ન થઇ જશે, આવનારા સમય માં આ વાયરસને નિયંત્રિત કરી શકાય કે કેમ? આવા અનેક પ્રશ્નો પર નિષ્ણાંતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, આ બધા પ્રશ્નો પર નિષ્ણાંત ડોક્ટર ચંદ્રકાંત એસ.પાંડવ અને ડોક્ટર નરેન્દ્ર અરોરા સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.
  • તમને જણાવી દઈએ કે ડો.ચંદ્રકાંત એસ. પાંડવે 40 વર્ષ સુધી એઇમ્સમાં કામ કર્યું છે અને ડો. નરેન્દ્ર અરોરા જીએ 35 વર્ષ સુધી કામ કર્યું છે, લોકોના મનમાં કોરોનાવાયરસના જોખમને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આજે આપણે આવા કેટલાક પ્રશ્નો પર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ. અને નિષ્ણાતો નો શું દાવો છે.

  • ચાલો જાણીએ સોશિયલ ડિસ્ટન્સ ને લઈને વિશેષજ્ઞ નું શું કહેવું છે

  • લોકોના મનમાં આ સવાલ થઇ રહ્યો છે કે દેશમાં કોરોનાવાયરસ નો ખતરો ત્યાં સુધી રહેવાનો છે અને કોરોનાવાયરસ ના સંક્રમણ થી કેટલા લોકો પ્રભાવિત થઈ શકે છે. આ સવાલ ઉપર વિશેષજ્ઞોએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોરોનાવાયરસ લાંબા સમય સુધી સાથે રહેશે પરંતુ જો આપણે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીએ છીએ તો કોરોનાવાયરસ ના સંક્રમણને આપણે લાંબી અવધિ સુધી સુરક્ષિત રાખી શકીએ છીએ. જો સોસીયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન કરવામાં ન આવે તો દેશની લગભગ 70 થી 80 ટકા સુધીની આબાદી કોરોનાવાયરસ ના સકંજામાં આવવાની સંભાવના છે.
  • વિશેષજ્ઞનો નો એવો દાવો છે કે જો સોશિયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન ન કરવામાં આવે તો દેશની 70 થી 80 ટકા સુધીની આબાદી કોરોનાવાયરસ ની ચપેટમાં આવી શકે છે પરંતુ ત્યારબાદ સવાલ એ આવે છે કે શું બાકી લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ શકે છે? એ ઉપર વિશેષજ્ઞનો નો એવો દાવો છે કે ઘણી મોટી આબાદી વાઈરસ થી પ્રભાવિત થવાના કારણે બાકીની 20 ટકા લોકો કોરોના સાથે લડવાની ક્ષમતા એટલે કે હર્ડ ઇમ્યુનીટી ઉત્પન્ન થઇ શકે છે પરંતુ જો વધુ આબાદી પર એકસાથે કોરોનાવાયરસ સંક્રમણ થયું તો આપણે તેને સંભાળવામાં સક્ષમ થઈ શકીએ નહીં ફક્ત તેને રોકી શકીએ છીએ.


  • સોશિયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન કરવું કોરોનાવાયરસ ના સંક્રમણ થી બચવા નો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ આટલા મોટા દેશમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગને રાખવું ક્યાં સુધી સંભવ થઇ શકે છે? આ સવાલ હંમેશા લોકોના મનમાં ઉત્પન્ન થતો હોય છે. પરંતુ વિશેષજ્ઞોનું એવો દાવો છે કે સોશિયલ ડિસ્ટેંસીન્ગ એક સારો વિકલ્પ છે. જો સોસીયલ ડિસ્ટેંસીન્ગની વાત કરવામાં આવે તો દોઢ વર્ષ સુધી હોઈ શકે છે. કોરોનાવાયરસ થી બચવા માટે વૈજ્ઞાનિકો દ્વારા વેક્સીન અને દવા ઉપર કાર્ય કરવામાં આવી રહ્યું છે પરંતુ કોરોનાવાયરસ ની દવા જ્યાં સુધી નથી બનતી ત્યાં સુધી સોસીયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન કરવું ખૂબ જરૂરી છે.
  • આ વાતોથી એ ખબર પડે છે કે જ્યાં સુધી કોરોનાવાયરસ ની કોઈ પણ દવા અથવા તો વેક્સિન નથી બનતી ત્યાં સુધી સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહિંતર સોશિયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન ન કરવામાં આવે તો આ દેશની અડધાથી વધુ આબાદી કોરોનાવાયરસ ની ચપેટમાં આવી શકે છે. વિશેષજ્ઞનું એવું કહેવું છે કે શરૂઆતી સમય માં જ વધુ જાંચ થવી જોઈતી હતી પરંતુ હાલમાં ચેકઅપ નો સમય વધુ વધારવાની જરૂર છે.

Post a Comment

0 Comments