તમને પણ છે જલ્દી ખાવાની આદત, તો સુધારી લો નહીંતર થઇ શકે છે આ મુશેક્લીઓ


કામની વ્યસ્તતાને કારણે આજકાલ માણસ પાસે એટલો જ પર્યાપ્ત સમય નથી કે તે બે સમયની રોટલી પણ શાંતિથી બેસીને ખાઈ શકે. આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ખાવાનું પણ લોકોને ભાગતા ભાગતા ખાવું પડે છે. આજકાલ ભોજન લેવાનું પણ લોકો માટે કોઈ ટાસ્ક થી ઓછું નથી. જો ખાવાનો સમય મળી પણ ગયો હોય તો તેને બધા જ કામ ની જેમ જલ્દી જલ્દીથી પતાવવા માં લાગી જાય છે.
પરંતુ તમને કહી દઈએ કે જલ્દી જલ્દી ભોજન લીધેલું હોય તો તે તમારા સ્વાસ્થ્ય ઉપર ઘણા પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે. જોઈએ તો આપણા વૃદ્ધ લોકો હંમેશા ધીમે ધીમે અને ખાવાનું અને પચાવીને ખાવાની સલાહ આપતા હતા. જલ્દી જલ્દી ખાવું ખરાબ આદતોમાં ગણવામાં આવે છે. જો તમારે પણ આ આદત છે તો સમય ઉપર ચેતી જવું જોઈએ નહીંતર તેમની ખરાબ અસર તમારા સેહત ઉપર પડી શકે છે.

ઓવરઇટિંગ ની સમસ્યા

જલ્દી જલ્દી ભોજન લેવાથી આપણે આપણા શરીરના સંકેત નાકારીએ છીએ. આ કારણથી ઘણીવાર આપણે ઓવર ઈટિંગ કરી લેતા હોઈએ છીએ. આવા કાર્યોથી વજન વધી શકે છે અને શરીરમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આપણે જલ્દી ભોજન કરીએ છીએ તો આપણા દિમાગમાં આ સંદેશ નથી પહોંચી શકતો કે આપણું પેટ ભરાઈ ચૂક્યું છે.

મોટાપા


ઝડપથી ભોજન ખાવાથી મોટાપા ની સમસ્યા સામાન્ય વાત થઈ ગઈ છે. જલ્દી ભોજન લેવાના કારણથી આપણી ડાયટ સંતુલિત થઈ જાય છે. જો ભોજનને સંપૂર્ણ રીતે ચાવીને ધીમે ધીમે ખાવામાં આવે તો મોટાપાની સમસ્યા થતી નથી.

પાચનતંત્ર પર અસર


જલ્દી ભોજન ખાવાના કારણે લોકો હંમેશા એક સાથે વધુ ખાઈ લેતા હોય છે અને વગર ચાવીને શરીરની અંદર ઉતારી દેતાં હોય છે. એટલું જ નહીં ઘણી વાર ખાવાનું ગળા નીચે ના ઉતરે તો પાણી અથવા તો કોઈ પણ ડ્રિન્ક નું સેવન કરતા હોય છે અને આ કારણોથી ભોજન પેટમાં સરખી રીતે પચી શકતું નથી. ખાવાનું ના પચવાના કારણે પેટમાં ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે.

ઈન્સુલિન પ્રતિરોધક


જલ્દીથી ભોજન ખાવાથી ઘણી વાર લોહીમાં શુગર ની માંત્રા એકસાથે વધી જાય છે. આ કારણથી ઈન્સ્યૂલિન પ્રતિરોધક ની સમસ્યા થવા લાગે છે. થોડા સમય પછી આ સમસ્યા ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનું રૂપ ધારણ કરે છે.

Post a Comment

0 Comments