માતા પિતા ને ઘરે પહોંચાડવા 11 વર્ષ નો દીકરો બન્યો 'કળિયુગનો શ્રવણ', જુઓ વિડીયો


ઉત્તર પ્રદેશના વારાણસી થી બિહાર માટે નીકળેલા એક પરિવાર નો વિડીયો સોસીયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાઇરલ થવાનું કારણ આ પરિવારનો એક દીકરો છે જે માત્ર ૧૧ વર્ષનો છે. ખરેખર વારાણસીથી અરસિયા જિલ્લાનો રહેવાસી આ પરિવાર કોરોનાવાયરસ ના કારણે લાગુ લોકડાઉન દરમિયાન સાઈકલ રીક્ષા થી જ પોતાના ઘરે જવા નીકળી પડ્યો છે.

11 વર્ષનો બાળક સાઈકલ રીક્ષા પર પોતાના માતા-પિતા ને બેસાડીને રીક્ષા ચલાવી રહ્યો છે જેથી તેઓ પોતાના ઘરે પહોંચી શકે. વીડિયો શેર કરવાની સાથે જાણકારી આપવામાં આવી રહી છે કે જયારે આ બાળકના પિતા થાકી જાય છે ત્યારે તે 11 વર્ષનો બાળક રિક્ષા ચલાવી લે છે. બાળક નો આ વિડીયો સોસીયલ મીડિયા ઉપર હાલ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ બાળકને આજનો શ્રવણકુમાર બતાવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી રિચા ચડ્ડા એ પણ આ વીડિયો શેર કર્યો.


વીડિયોમાં તમે જોઈ શકો છો એક વ્યક્તિ બાળકને પૂછી રહ્યો છે કે તે ક્યાંથી આવી રહ્યો છે. તો બાળક જવાબ આપે છે કે તે બનારસથી આવી રહ્યો છે. બાળક જણાવે છે કે તે અરસિયા જઈ રહ્યો છે. બાળક વીડિયોમાં પોતાની ઉંમર 11 વર્ષ કહી છે. લોકડાઉન દરમિયાન બાળક વીડિયોમાં એવું જણાવે છે કે બનારસમાં હાલ કરવા લાયક કંઈ હતું નહીં તો પરિવાર સાથે ઘરે જઈ રહ્યો છું. વિડીયો માં વ્યક્તિ બાળકને 500 રૂપિયા પણ આપે છે.

Post a Comment

0 Comments