ઋષિ-ઈરફાન જ નહિ આ 12 સિતારાઓ ના અચાનક નિધન થી હલી ગયું હતું બૉલીવુડ, પ્રસરી ગયો હતો સન્નાટો


ઇરફાન અને ઋષિ કપૂર ની ખબરો ને બધા જ એ વ્યક્તિ ને હલાવીને રાખી દીધા છે જે સિનેમા જગત ને પ્રેમ કરે છે. આ બંનેની અચાનક મૃત્યુ ની ખબર થી બોલીવુડ શોકમાં ડૂબી ગયું છે. સાથે જ હેરાન પણ છે. ઋષિ અને ઈરફાન બંનેના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે છતાં પણ એ વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે કે આ બંને જબરદસ્ત કલાકાર આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ આવું પહેલીવાર નથી થયું કે કોઈપણ સીતારા નું નિધન બોલીવૂડ શોકમાં છે. જાણો એવા કલાકારો વિશે જેમની મૃત્યુની ખબર એ બોલિવૂડને હલાવીને રાખી દીધું હતું.

શ્રીદેવી


શ્રીદેવી ના મૃત્યુ ની ખબર પરિવાર ના લોકો અને ફેન્સ ના દિલ માં એક એવી ખાલી જગ્યા છોડી દીધી જેને ભરવી ખૂબ જ મુશ્કેલ છે. શ્રીદેવી નું નિધન વર્ષ 24 ફેબ્રુઆરી 2018 થયું હતું. શ્રીદેવી ના મૃત્યુ પછી લોકો એ કારણસર પણ હેરાન હતા કેમ કે તેમની લાશ બાથટબમાં મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રી નું નિધન પાણીમાં ડુબવા ના કારણે થયું છે. શ્રીદેવી નું નિધન દુબઈમાં થયું હતું.

રાજેશ ખન્ના


2012માં રાજેશ એ દુનિયા ને અલવિદા કહી દીધું હતું. આ તે સ્ટાર હતા જે કહેતા હતા 'જીંદગી એક સફર હૈ સુહાના યહા કલ ક્યાં હો કિસને જાના' હવે પોતાના ફેન્સ વચ્ચે નથી રહ્યા. રાજેશ ખન્ના લીવરના સંક્રમણના કારણે નિધન થઈ ગયું હતું. ત્યારે તે 69 વર્ષના હતા.

દિવ્યા ભારતી


19 વર્ષની દિવ્યા ભારતી નું મૃત્યુ આજ સુધી એક પહેલ છે. એ સમયે તેમના મૃત્યુની ખબર એ બધા જ લોકોને હેરાન કરી દીધા હતા. દિવ્યા ભારતી નુ મૃત્યુ પાંચમાં માળેથી પડવાના કારણે થયું હતું. થોડાક લોકો એવું કહે છે કે દિવ્યા એ આત્મહત્યા કરી છે, તો થોડાંક લોકોનું કહેવું છે કે દિવ્યા કોઈ સાજીસ નો શિકાર થઇ હતી. પરંતુ પોલીસના રિપોર્ટ સામે આવ્યો હતો કે દિવ્યા નશામાં હતી અને તે ખુદ અને સંભાળની શકી ન હતી અને બાલ્કની માંથી નીચે પડી ગઈ હતી.

પરવીન બાબી


પરવીન બાબી એ પોતાની બિન્દાસ ઈમેજ, ગ્લેમર અને જિંદગી પોતાની શરતો પર જીવવાની અદાના ચાલતા ખાસ જગ્યા બનાવી. ખૂબ પૈસા અને નામ કમાઈ. તેમના ઘણા સંબંધ બન્યા અને તૂટ્યા. પછી સ્કિઝોફ્રેનિયા એ તેમની જિંદગી ને એવા અંધારામાં ધકેલી જ્યાં એક દિવસ તેમની મરવાની ખબર આવી. જ્યારે ઘણા દિવસ સુધી બહારથી ન્યૂઝ પેપર અને દૂધ ના પેકેટ કોઈએ હટાવીયા નહીં તો પોલીસે દરવાજો તોડીને અભિનેત્રીનો શવ બહાર કાઢ્યો.

જિયા ખાન


અભિનેત્રી જિયા ખાન નું મૃત્યુ ની ખબર સૌને ચોંકાવી દીધા હતા. જીયાએ વર્ષ 2007માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'નીશબ્દ' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ફક્ત 25 વર્ષની ઉંમરમાં અભિનેત્રી જિયા ખાન એ દુનિયાને અલવિદા કહી દીધી હતી. મૃત્યુ નુ કારણ સાફ થઈ શક્યું નહીં પરંતુ એવું કહેવામાં આવે છે કે નિજી જિંદગીમાં ઘણી મુશ્કેલ સામનો કર્યા બાદ જીયા એ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

ઓમ પુરી


અર્ધ્યસત્ય, આક્રોશ અને આરોહણ ટીવી ફિલ્મોમાં દમદાર અભિનય થી પોતાની ઓળખાણ બનાવવાવાળા ઓમપુરી ના નિધનથી પણ બધા જ લોકો ને હલાવી ને રાખી દીધા હતા. ઓમપુરી નું નિધન વર્ષ 2017 માં થયું હતું.

આદેશ શ્રીવાસ્તવ


સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનું નિધન 2015 ના થઈ ગયું હતું. આદેશ ના નિધન 49 વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું. આદેશ કેન્સર થી પીડિત હતા.

પ્રત્યુષા બેનર્જી


' બાલિકા વધુ' ફેમ ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી એ 1 એપ્રિલ 2016એ આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષા ના માતા પિતા એ દીકરીના મૃત્યુ ના જિમ્મેદાર એના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ ને ઠેહરાવ્યા હતા. એટલું જ નહીં પ્રત્યુષા ના મિત્રોએ પણ રાહુલ રાજ ને સુસાઇડ માટે દોશી કહ્યા હતા.

વિનોદ મહેરા


અભિનેતા વિનોદ મહેરા નું નિધન ની ખબર બૉલીવુડ શોકમાં હતું. જે સમયે વિનોદ a દુનિયાને અલવિદા કહી હતી તે સમયે તે ફક્ત 45વર્ષના હતા. વિનોદ મહેરા નું નિધન 1990માં હાર્ટ એટેકના કારણે થયું હતું.

મધુબાલા


મધુબાલા નું નામ આ લિસ્ટમાં સામેલ છે. ફક્ત ઓછી ઉંમર માં અભિનેત્રી મૃત્યુની ખબર એ બધા જ લોકોને તે સમયે હલાવીને રાખી દીધા હતા. જે સમયે મધુબાલાનું નિધન થયું હતું તેમની ઉંમર ફક્ત 36 વર્ષની હતી. મધુબાલા ના મૃત્યુનું કારણ હૃદયરોગ બન્યો હતો. મધુબાલા ના હૃદયમાં એક નાનકડું કાણું હતું અને તે સમયે આ બિમારી ખૂબ જ મોટી હતી.

મીના કુમારી


39 વર્ષની ઉંમરમાં મીનાકુમારી નું નિધન થઈ ગયું હતું. 31 માર્ચ 1972 એ મીના કુમારીના મૃત્યુ લીવર સીરોસીસ નામની બિમારીના કારણે થયું હતું. તેમનું મૃત્યુ ની ખબર થી પણ સિનેમા જગત હેરાન રહી ગયું હતું.

સ્મિતા પાટીલ


સ્મિતા પાટીલ નું મૃત્યુ કોઈ બીમારી થી થયું ન હતું. પરંતુ સ્મિતાનું મૃત્યુ દીકરા ના જન્મ ના તરત પછી પ્રસવના દરમિયાન થોડીક જટિલતાઓ ના કારણે થયું હતું. તે સમયે સ્મિતા ફક્ત 31 વર્ષની હતી.

Post a Comment

0 Comments