12 દિવસ માં સાઇકલ ચલાવીને હૈદરાબાદ થી ઘરે આવ્યો યુવક, આ કારણોસર ઘર માં મળી શકી નહિ એન્ટ્રી


લોકડાઉન 3 એક યુવક હૈદરાબાદથી સાઇકલ ચલાવીને 12 દિવસમાં પોતાના ઘરે પહોંચ્યો. જેમને જોઈને પરિવારના લોકોએ ઘરમાં તેમને આવવા દેવાની ના કહી દીધી. પરીવારજનોએ તેમને કહ્યું કે 14 દિવસ કોરોનટાઇન સેન્ટર માં રહો ત્યારબાદ તેમને ઘરમાં પ્રવેશ મળશે. તેમણે જ આ જાણકારી ગામના પ્રધાન ને આપી હતી. ત્યારબાદ યુવકની સ્ક્રીનિંગ કરાવ્યા પછી ગામના સરકારી સ્કૂલમાં બનાવવામાં આવેલા કોરોનટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યો.

આ છે સંપૂર્ણ ઘટનાશિકારપુર ગામ ના રહેવાવાળા એક યુવક હૈદરાબાદ કામ કરવા માટે ગયો હતો. લોકડાઉન ના કારણે કામ ધંધો બંધ થઈ ગયો થોડાક દિવસ ગમે તેમ કરીને તેમણે દિવસો કાપી લીધા. પરંતુ ધીમે-ધીમે બચેલા પૈસા પુરા થવા લાગ્યા.એવામાં તેમણે પોતાના સાથી મિત્રો સાથે ઘર જવાની યોજના બનાવી. યુવકે પોતાના બચેલા પૈસાથી એક સાઇકલ ખરીદી અને ઘર તરફ નીકળી પડ્યો.

ખાવા માટે પૈસા હતા નહી આ રીતે પહોંચ્યો ઘરે

યુવકે કહ્યું કે અલગ અલગ જગ્યા ના 2 અને 3 લોકોની સાથે સાઇકલ લઇને ઘર માટે રવાના થયો હતો. તેમની પાસે જ્યાં સુધી રૂપિયા હતા ત્યાં સુધી કોઈ સમસ્યા થઇ ન હતી. પરંતુ પૈસા સમાપ્ત થયા પછી બીજાના ભરોસે રહેવું પડતું. તેમણે કહ્યું કે રસ્તામાં ફક્ત થોડાક સ્થળો ઉપર લોકો ખાવા-પીવા માટે કંઈક આપતા હતા. હૈદરાબાદમાં સાયકલ થી 12 દિવસમાં તે પોતાના ગામ શિકારપુર પહોંચ્યો.પરિવારના લોકોએ આપી સુચના

પરિવાર ના લોકો ઘરમાં એન્ટ્રી આપી નહીં. પરિવારજનોનું કહેવું છે કે પહેલા 14 દિવસ કોરોનટાઇન સેન્ટરમાં રહો, ત્યારબાદ તેમને ઘરમાં પ્રવેશ મળશે. તેમના માટે તેમણે પ્રધાન કમલેશ શ્રીવાસ્તવને સૂચના આપી. પ્રધાને કહ્યું કે સૂચના મળતાની સાથે જ ઘરે પહોંચીને તેમની ક્રિનીંગ કરવામાં આવી ત્યારબાદ તેને કોરોનટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા. ત્યાં ખૂબ જ સારી રીતે રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Post a Comment

0 Comments