દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે ધ્યાન રાખો આ 7 વાતો, ઘરમાં પણ બનેલી રહેશે ખૂશખૂશાલી


ધૈર્યથી કામ લેવું જોઈએ

કોઈપણ કાર્યમાં સ્થાઈ સફળતા ત્યારે જ મળે છે જ્યારે અંતિમ સમય સુધી ધૈર્ય બનાવીને રાખો છો. જ્યારે પણ ધૈર્ય છોડવાની જલ્દી કરવામાં આવે છે ત્યારે અસફળતા થવાની સંભાવના વધી જતી હોય છે.

ક્રોધ ન કરો

ક્રોધ વ્યક્તિ ની વિચારવાની અને સમજવાની ક્ષમતા ને નુકસાન પહોંચાડે છે. ક્રોધી વ્યક્તિના જીવનમાં અને ઘરમાં હંમેશાં અશાંતિ રહે છે. જ્યાં અશાંતિ હોય છે ત્યાં દરિદ્રતાનો વાસ હોય છે. લક્ષ્મીકૃપા જોઈએ તો ક્રોધને છોડી દેવો જોઈએ.

ઇન્દ્રિયો પર કાબૂ રાખવો જોઈએ

પાંચ જ્ઞાન ઇન્દ્રિયો (જે ઇન્દ્રિય આપણને કોઈ પણ વાતનું જ્ઞાન કરાવે છે) અને પાંચ કર્મ ઇન્દ્રિયો કહેવામાં આવી છે. આ 10 ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. જો તેના ઉપર હંમેશાથી સાચું નિયંત્રણ રાખવામાં આવે તો અલગ અલગ સમય ઉપર અલગ અલગ ઇન્દ્રિઓ આપણને મુશ્કેલીઓ માટે સાચું સમાધાન બતાવી શકે છે.

પવિત્રતા બનાવી રાખો

જે લોકો મન અને શરીરની પવિત્રતા બનાવી રાખે છે તેમને લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. મનની પવિત્રતા સારા વિચારો થી થાય છે અને શરીરની પવિત્રતા સાફ-સફાઈ રાખવાથી થાય છે.

ગરીબોને મદદ કરો

ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દયા નો ભાવ હોવો પણ જરૂરી છે. સમય સમય પર એવા લોકો ની તમારા સામર્થ્ય અનુસાર મદદ કરતા રહેવું જોઈએ.

ક્યારેય પણ કોઈનું દિલ દુભાય તેવી વાત ન કહેવી જોઈએ

ઘર-પરિવાર અથવા સમાજ, આપણે હંમેશા મીઠા વચનો એટલે કે વાણી નો ઉપયોગ કરવો જોઈએ. જાણ્યા-અજાણ્યા માં ક્યારેય પણ એવા શબ્દો નો ઉપયોગ ન કરો જેનાથી કોઈના મનમાં ઠેસ પહોંચે.

કોઈના પ્રત્યે જલન નો ભાવ ના રાખો

મિત્રો અને શુભચિંતકો ના પ્રત્યે જલન નો ભાવ રાખવો જોઈએ નહીં. જે લોકો બીજાના પ્રત્યે જલનનો ભાવ રાખે છે તેમને મહાલક્ષ્મી ક્યારેય પણ પ્રસન્ન થઈ શકતી નથી. બધા સાથે પ્રેમભાવ રાખવો જોઈએ.

Post a Comment

0 Comments