કોરોના સંકટ ની વચ્ચે વિશ્વ બેન્ક ભારત ને આપશે 7500 કરોડ રૂપિયા નું પૈકેજ


કોરોના સંકટ ની વચ્ચે વિશ્વ બેન્ક એ ભારત ને એક મોટી રાહત આપી છે. સરકાર ના કાર્યક્રમ માટે બેન્ક એ એક બિલિયન ડોલર (લગભગ 7500 કરોડ રૂપિયા) પૈકેજ ની ઘોષણા કરી છે. આ સામાજિક સુરક્ષા પૈકેજ છે. તેના પહેલા કરોના સામેની લડાઈ માટે બ્રિક્સ દેશો ન્યુ ડેવલપમેન્ટ બેંક એ ભારતને એક અરબ ડોલર ની આપાતકાલીન સહાય આપવાનું એલાન કર્યું હતું.

ભારત માટે વિશ્વ બેંક ના નિર્દેશક જુનૈદ અહમદે કહ્યું સામાજિક દુરી ના કારણે અર્થવ્યવસ્થામાં મંદી આવી છે. ભારત સરકારે ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનાથી ગરીબો અને કમજોર લોકો ને બચાવવામાં મદદ મળી શકે. એક સ્વાસ્થ્ય પુલ બનાવવામાં આવી રહ્યો છે અને અર્થવ્યવસ્થાને પુનજીવિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વિશ્વ બેન્ક દ્વારા આપવામાં આવેલી રાશિ નો વપરાશ દેશમાં કોરોનાવાયરસ રોગીઓ ની સારી જાંચ, કોવીડ-19 હોસ્પિટલ ના ઉચ્ચીકારં અને લૈબ ને બનાવવા માં કરી શકાય છે. બેંકે પહેલા થી 25 વિકાસશીલ દેશો ના પેકેજ દેવાના પ્રસ્તાવ આપ્યો હતો.


એની સાથે વિશ્વ બેંક તરફથી ભારતમાં આપાતકાલીન કોવીડ-19 પ્રતિક્રિયા માટે આપવામાં આવેલી રાશિ 2 બિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતના સ્વાસ્થ્ય શેત્ર ને સમર્થન આપવા માટે છેલ્લા મહીને 1 બિલિયન અમેરિકન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી હતી.

આપાતકાલીન સહાયતા રાશિ નું એલાન કરતા એંડીબી એ કહ્યું હતું કે આ કરજ એટલા માટે આપી રહ્યા છે તેનાથી ભારતને કોવીડ-19ના પ્રસારને રોકવામાં મદદ મળી શકે અને કોરોનાવાયરસ મહામારી કારણે થતી માનવીય, સામાજિક અને આર્થિક નુકશાની ને ઓછી કરી શકે.

Post a Comment

0 Comments