88 વર્ષ ની ઉમર માં હરાવ્યો કોરોના ને, કહ્યું : તબીબો એ આપ્યો નવો જન્મ, હિંમત રાખવાથી જીતી શકાય છે આ જંગ


કોરોના વાઈરસના સંકટ સામે દેશ મેં જજુમી રહ્યો છે અને કોરોનાવાયરસ મોટી ઉંમરના વૃદ્ધ દર્દીઓ માટે ખૂબ જ જટિલ અને જોખમી સાબિત થઈ રહ્યો છે. ત્યારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 88 વર્ષના વૃધ્ધા કોરોનાવાયરસ ને હરાવ્યો છે. કોરોના મુક્ત થયા બાદ વૃદ્ધાએ જણાવ્યું હતું કે તબીબો અને સ્ટાફની કુશળતાથી મારો નવો જન્મ થયો છે. કોરોના વાયરસ સામે 15 દિવસ સુધી તેમનો સામનો કરનાર વૃદ્ધા કોરોનાવાયરસ સામેની આ જંગ જીતી ચૂક્યા છે. જેનાથી હોસ્પિટલના સ્ટાફે ભાવભરી વિદાય આપી હતી.

વડોદરામાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોમાં શકુંતલાબેન સૌથી વૃદ્ધ

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ના રહેવાસી શકુંતલાબેન કડકિયા ઉંમર વર્ષ અઠ્યાસી ને કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા હતા અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા. વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં અત્યાર સુધી જેટલા પણ દર્દી કરોના માંથી સાજા થયા છે તે તમામ મહિલાઓ દર્દીઓમાં તેઓ સૌથી વૃદ્ધ વય ના છે. તેઓ કોરોનાવાયરસ સામેની જંગ જીતી જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કોરોના થી મુક્ત થયેલા શકુંતલાબેન એ જણાવ્યું હતું કે 'કોરોનાવાયરસ નું સાંભળતા લોકો ને ડર લાગવા લાગ્યો. મને પણ કોરોના પોજીટીવ આવતા હું ડરી ગઈ હતી પરંતુ હિંમત એકઠી કરીને હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા મળેલી સારવાર અને હૂંફથી હું સ્વસ્થ થઇ ગઈ. આજે હું ચોક્કસ કહી શકું છું કે હોસ્પિટલના તબીબો ને કારણે મને બીજો જન્મ મળ્યો છે. કોરોના થી ડરવાની જરૂર નથી યોગ્ય તબીબી સારવાર થી આ જંગ જીતી શકાય છે.

કોરોનાવાયરસ ની જંગ જીતી ને ઘરે જઈ રહેલા અઠ્યાસી વર્ષીય શકુંતલાબેન કડકિયા એ હોસ્પિટલમાં વિદાય આપવામાં આવી હતી. આ સમયે તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને શકુંતલાબેન એ ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તે સમયે શકુંતલાબેન અને તેમના પરિવારજનોની આંખ માં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા. શકુંતલાબેન અને તેમના પરિવારની ખુશી જોઇને હોસ્પિટલના સ્ટાફની આંખોમાં પણ હર્ષના આંસુ છલકાઈ ગયા હતા.

Post a Comment

0 Comments