PM ની આ સ્કીમ માં ફક્ત 2% સામાન્ય વ્યાજ પર મળશે લોન, શરુ કરી શકો છો પોતાનો બિઝનેસ


કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન ના કારણે અર્થવ્યવસ્થા અને ઘંઘા ના જગત પર ખુબજ ખરાબ અસર ને દૂર કરવા માટે ભારત સરકાર એ 20 લાખ કરોડ રૂપિયા ના રાહત પૈકેજ ની ઘોષણા કરી છે. કોરોના સંકટ થી બધા જ પ્રકારના ધંધાને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને નાના બિઝનેસ આ સમયમાં ખૂબ જ મુશ્કેલી માં છે. તેમને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ શિશુ મુદ્રા લોન માં બે ટકાની છૂટ આપવાની ઘોષણા કરી છે. આ લોનથી કોઈ પણ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. આ લોન પ્રધાનમંત્રી મુદ્રા યોજના નો ભાગ છે.

50 હજાર સુધી લઈ શકો છો લોન


શિશુ મુદ્રા યોજના હેઠળ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે 50 હજાર રૂપિયા સુધી ની લોન લઈ શકાય છે. કોરોના સંકટના સમયમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ યોજનામાં લોન લેવાવાળા ને સરકાર રાહત પણ આપી રહી છે.

વર્ષ સુધી વ્યાજમાં બે ટકા ની છૂટ

આ સમયે આ લોન લેવાવાળા લગભગ 3 કરોડ લોકો એક વર્ષ સુધી વ્યાજ દરમાં 2 ટકાની છૂટ નો ફાયદો લઈ શકે છે. આ દરમિયાન શિશુ મુદ્રા લોન લેવા વાળા લોકો નું 1500 કરોડ રૂપિયા વ્યાજ કેન્દ્ર સરકાર ભરશે.

કોણ લઈ શકે છે આ લોન


આ યોજના હેઠળ સરકાર નો મુખ્ય ઉદ્દેશ્ય એ લોકોની મદદ કરવાનો છે, જે નાના સ્ટાર ઉપર વેપાર કરી રહ્યા છે. એટલા માટે તેમનો લાભ ફક્ત નાના વેપારી ઉઠાવી શકે છે. મોટા ધંધાકીય લોકો માટે આ યોજના હેઠળ લોન મળી શકતી નથી. મુદ્રા યોજના હેઠળ સરકાર ત્રણ ચરણોમાં લોન આપી રહી છે. તેને શીશુ લોન, કિશોર અને તરૂણ લોન યોજના માં વહેંચવામાં આવી છે.

શું છે શિશુ મુદ્રા લોન યોજના


આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ નાના સ્તર પર વ્યાપાર કરવા માટે બેન્કથી 50 હજાર રૂપિયા સુધી લોન લઈ શકે છે. તેનાથી કોઈ નાની દુકાન ખોલી શકાય છે અથવા તો રેકડી પર કોઈ પણ ધંધો કરી શકાય છે. હાલમાં સરકારે તેને ધ્યાનમાં રાખતા વ્યાજમાં છૂટ આપી છે.

ક્યાંથી મળશે લોન

શિશુ મુદ્રા લોન વાણિજ્ય બેંકો, આરઆરબી સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને એનબીએફસી દ્વારા આપવામાં આવશે. જે લોકો આ યોજના હેઠળ લોન લેવા ઈચ્છે છે તેમને આ સંસ્થાનો માં જઈને પ્રબંધકો સાથે વાત કરી શકે છે. તેના માટે https://www.udyamimitra.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનામાં વગર કોઈ ગેરેંટી લોન મળે છે.

વ્યાજના દર

શિશુ મુદ્રા લોન વ્યાજ નો કોઈ નિશ્ચિત દર નથી. અલગ અલગ બેંક મુદ્રા લોન પર અલગ-અલગ દરથી વ્યાજ વસૂલ કરે છે. વ્યાજનું નિર્ધારણ બિઝનેસ અને તેમના સાથે જોડાયેલા જોખમ ના આધાર ઉપર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે શિશુ મુદ્રા લોન યોજનામાં 9 થી લઈને 12 ટકા સુધીનો વાર્ષિક વ્યાજ આપવો પડે છે.

કેટલા લોકોએ લીધો છે લાભ


વર્ષ 2019-2020 ની રિપોર્ટ પ્રમાણે આ યોજના હેઠળ 5,83,65,823 લોકો ને 3213,573 કરોડ રૂપિયા ની લોનની સ્વીકૃતિ આપવામાં આવી ચુકી છે. તેમાં 316,099 કરોડ રૂપિયા લોન લોકો ને આપવામાં આવી ચૂકી છે. કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત 8 એપ્રિલ 2015 એ કરી હતી.

Post a Comment

0 Comments