પ્રિયંકા ચોપડા, પ્રીતિ ઝીંટા સહીત આ અભિનેત્રી એ કર્યા છે વિદેશી બાબુ સાથે લગ્ન


બૉલીવુડ ફિલ્મ જગતની ઘણી એક્ટ્રેસ લગ્ન કરી ચૂકી છે. પરંતુ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે કહેવા જઈ રહ્યા છે જેમણે દેશી નહીં પરંતુ વિદેશી છોકરાઓ ને પસંદ કર્યા અને તેમની સાથે તેમણે ઘર વસાવી લીધું. તો ચાલો જાણીએ બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જેમણે વિદેશી બાબુ ને પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કર્યા છે.

સેલિના જેટલી


મિસ ઇન્ડિયા અને બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમનું બોલિવૂડ કરિયર કંઈ ખાસ સફળ રહ્યું નથી. થોડી કોમેડી ફિલ્મોમાં પોતાનો સારો જલવો દેખાડ્યા પછી સેલિનાએ દુબઈમાં સ્થિત હોટલ બિઝનેસમેન પીચર હાગ સાથે લગ્ન કરી લીધા. તે જુડવા બાળકો અને પતિની તસવીર સેલિના સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતી રહે છે.

શ્રેયા સરન


બોલિવૂડ અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી શ્રેયા સરન નું દિલ પરદેશી મા આવી ગયું. શ્રેયા સરન ને પ્રેમ થયો રશિયન બિઝનેસમેન આન્દ્રેઈ કોશેવ સાથે. લગ્ન પછી શ્રેયા સરન પોતાના પતિની સાથે સ્પેન માં રહે છે.

સાગરિકા મુખર્જી


બોલીવુડ ફિલ્મ જગતના જાણીતા સિંગર શાન ની બહેન અને સિંગર સાગરિકા મુખરજીએ ઘણી સુપરહિટ ગીતો ગાયા છે. તેમણે 1992માં યુ.કે.ના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા. આ જોડી નો હોટલ નો બિઝનેસ છે અને તેમના બે બાળકો પણ છે.

પ્રીતિ ઝીંટા


બોલિવૂડની ડિમ્પલ ગર્લ્સ પ્રીતિ ઝિન્ટાનું દિલ જ્યારે નેસ વાડિયા સાથે તૂટ્યું તો ત્યારબાદ તેમનું દિલ દેશમાં નહીં પરંતુ પરદેશમાં જઈને જોડાયું. પ્રીતિ ઝીંટા એ પછી વિદેશી બિઝનેસ મેન જિન ગુડએનફ સાથે પ્રેમ થયો. પ્રીતિ જિનતા અને જિન ગુડએનફ ની પહેલી મુલાકાત કેલિફોર્નિયામાં થઈ અને લગ્ન પહેલા બંને એક બીજા ને પાંચ વર્ષ સુધી ડેટ કરતા રહ્યા. ત્યારબાદ પ્રીતિએ પોતાને વિદેશી પ્રેમ સાથે લગ્ન કરી લીધાં અને પરદેશમાં જઈને વસી ગઈ.

પ્રિયંકા ચોપડા


બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા અને નિક જોનાસ એ ચર્ચિત કપલ છે. તેમણે વર્ષ 2018 માં લગ્ન કર્યા છે. પ્રિયંકા બોલિવૂડ અને હોલિવૂડમાં પોતાની ફિલ્મો અને ટીવી સીરીયલ માં મશહૂર છે. ત્યાંજ નિક પણ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી છે. આ જોડી સૌથી વધુ ચર્ચિત જોડી માંથી એક છે.

મધુ સપ્રે


પોતાના જમાનાની બોલ્ડ અને સુપરમોડલ મધુ સપ્રે મિસ ઇન્ડિયા વીનર રહી ચૂકી છે. મિલિન્દ સોમન સાથે તેમના ફોટોશૂટ પણ ના કારણથી ઘણા વિવાદોમાં રહી હતી. મધુ એ પણ લગ્ન માટે વિદેશી નાગરિક જિયાન મારિયા ને પસંદ કર્યા અને લગ્ન પછી ઇટલીમાં સ્થાઈ થઈ ગઈ છે. આ બંનેને એક દીકરી છે જેમનું નામ ઇન્દિરા છે.

પૂર્વી જોશી


જાણીતી ટીવી અભિનેત્રી પૂર્વી જોશી એ ઘણા સુપર ટીવી શોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ 2014માં વેલેન્ટિનો ફેહલ્મન સાથે લગ્ન કર્યા છે. આ કપલની મુલાકાત લોસ એન્જેલસમાં થઈ હતી. હાલમાં જોડી પોતાના લગ્નજીવન માં ખૂબ જ ખુશ છે.

Post a Comment

0 Comments