અહીં પણ છુપાયેલો હોય શકે છે કોરોના વાયરસ, ચીની શોધકર્તાએ કર્યો દાવો


કોરોના વાયરસ સંક્રમણ ના કેસ દેશ-દુનિયા માં ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે કોરોના ને લઈને દુનિયાભર ના અલગ અલગ ક્ષેત્રો માં શોધ અને અધ્યયન થઇ રહ્યું છે. હવે એક નવું રિસર્ચ સ્ટડી માં એ વાત સામે આવી છે કે કોરોના નો ઈલાજ ના પછી પણ આ વાયરસ ફેફસા માં લાંબા સમય સુધી છુપાયેલો રહી શકે છે. ચીની શોધકર્તા ઓ ના પ્રમાણે ત્યાં હોસ્પિટલ માંથી રજા આપ્યા ના લગભગ અઢી મહિના પછી પણ મરીજ કોરોના પોજીટીવ મળ્યા. ત્યાંજ દક્ષિણ કોરિયા માં ઘણા લોકો ઈલાજ પછી પણ કોરોના પોજીટીવ મળ્યા. ચીન અને દક્ષિણ કોરોય ના સિવાય તાઇવાન, વિયેતનામ અને અન્ય દેશો માં પણ આવા કેસ સામે આવી ચુક્યા છે. શોધકર્તાઓ ના પ્રમાણે, જાંચ માં લેવામાં આવેલા સેમ્પલ ફેફસા ની ઊંડાઈ સુધી નહિ જવાના કારણે તેમની રિપોર્ટ નેગેટિવ આવી શકે છે.

ચાઈના મોર્નિંગ પોસ્ટ ના એક રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ ફેફસા ના ઊંડાઈ સુધી રહેલ હોઈ શકે છે અને જયારે જાંચ માં સેમ્પલ લેવામાં આવે તો એવું પણ થઇ શકે છે કે અહીં પકડ માં ન આવે અને મરીજ ની રિપોર્ટ નેગેટિવ આવે. કોરિયા સેન્ટર્સ ફોર ડીસીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ના નિર્દેશક જીયોન્ગ યુ ના પ્રમાણે મરીજ ને બીજીવાર સંક્રમિત કરવાના કારણે કોરોના વાયરસ ના રી-એક્ટિવ થવાની સંભાવના રહે છે.ચીન ની સેના આયુવિજ્ઞાન વિશ્વવિદ્યાલય ના શોધ પ્રમુખ ડો. વિયાન શિયુબુ નું કહેવું છે કે ચીન માં એક 78 વર્ષીય મહિલા ને ત્રણ વાર જાંચ કરવામાં આવી તો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ત્યાંજ હોસ્પિટલ માંથી રજા  આપ્યા બાદ થોડાક સમય પછી મહિલા ફરી કોરોના પોજીટીવ મળી આવી. તેમને ફરીથી 27 જાન્યુઆરી એ હોસ્પિટલ માં ભર્તી કરવામાં આવી અને 13 ફેબ્રુઆરી એ હોસ્પિટલ થી રજા થવાના આગળના દિવસે તેમની કાર્ડિયેક અરેસ્ટ થી મૃત્યુ થઇ ગઈ.

તે મહિલા ના મૃત્યુ પછી જયારે પોસ્ટમોટર્મ કરવામાં આવ્યો તો ચિકિત્સકો એ તેમના લીવર માં, હૃદય માં અથવા અતરડા માં કોરોના વાયરસ મળ્યો નહિ, પરંતુ ફેફસા ની ઊંડાઈ માં કોરોના ના સ્ટ્રેન મળી આવ્યા. તેને માઇક્રોસ્કોપ થી જોવા પર કોરોના વાયરસ ની પુષ્ટિ થઇ. શોધકર્તાઓ નું કહેવું છે કે કોરોના સ્ટ્રેન ના શરીર માં હોવાના લક્ષણ સ્પષ્ટ નથી જોવા માલ્ટા અને જાંચ માટે સેમ્પલ ફેફસાની ઊંડાઈ સુધી નહિ લેવામાં આવવા ના કારણે તેમની રિપોર્ટ નેગેટિવ આવે છે.

કહી દઈએ કે દુનિયાભર માં 30 માર્ચ ની રાત્રી સુધી કોરોના વાયરસ ની ચપેટ માં આવનારા લોકો ની સંખ્યા 32.7 લાખ ને પાર કરી ચુકી છે, જયારે આ વાયરસ ના કારણે 2.31 લાખ થી વધુ લોકોની મૃત્યુ થઇ ચુકી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ના પ્રમાણે કોરોના વાયરસ ના સંક્રમણ ની રીત, તેમના બદલતા લક્ષણો ને વધુ ઊંડાઈ થી સમજવા માટે લગાતાર શોધ ની જરૂરત છે.

Post a Comment

0 Comments