આલિયા ભટ્ટે તેના ડ્રાઈવર અને હેલ્પર ને આપ્યા 1 કરોડ રૂપિયા, કારણ જાણી ને તમે પણ થઇ જશો ખુશ


બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ જેટલી સારી વ્યક્તિ છે એટલી જ સારી અભિનેત્રી છે અને તેણે ઘણી વાર આ વાત પોતાને સાબિત કરી છે. આલિયા ભટ્ટની ગણતરી હવે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. જો કે, આલિયા ભટ્ટ ઘણીવાર રણબીર સાથેના તેના સંબંધોના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે ચર્ચામાં આવી છે બીજા કારણો ને લઈને.

આલિયા ભટ્ટની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બંને ઉત્તમ છે. એક પછી એક હિટ ફિલ્મો આપીને તે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. સાથે જ તે ઘણીવાર રણબીર કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. બંનેના પરિવાર પણ તેમના સંબંધોથી ખૂબ ખુશ છે. આલિયા આ વખતે ખૂબ જ ખાસ કારણોસર ચર્ચામાં આવી છે. આલિયાની આ કામ વિશે જાણીને, તમે પણ તેમના વખાણ કરશો.

જો કે તમે બોલીવુડના સેલેબ્સને બીજાઓને ઘણી મદદ કરતા જોયા હશે અને સાંભળ્યા હશે, પરંતુ આલિયા ભટ્ટે તેના ડ્રાઇવર ને મદદ કરી છે.


જ્યારે આલિયાએ 2012 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે તેનો ડ્રાઈવર સુનિલ અને તેનો હેલ્પર અમોલ તેમની સાથે છે. આલિયા આ બંનેને તેના પરિવારનો ભાગ માને છે. જણાવી દઈએ કે આલિયાએ સુનિલ અને અમોલને 50-50 લાખ રૂપિયાના ઘર ગિફ્ટ કર્યા છે.

સ્પોટબોય ડોટ કોમના રિપોર્ટથી આલિયાએ સુનિલ અને અમોલને તેમના જન્મદિવસ પર આ મોંઘી ગિફ્ટ આપી હતી. આલિયાએ સુનિલ અને અમોલને 50-50 લાખ રૂપિયા આપ્યા છે જેથી બંને મુંબઈમાં પોતાના માટે ઘર ખરીદી શકે. સમાચારો અનુસાર સુનીલ અને અમોલે મુંબઈના જુહુ વિસ્તારમાં પોતાને માટે 1 બીએચકે ફ્લેટ બુક કરાવ્યો છે.


મુંબઇમાં ઘર લેવું એ કોઈપણ માટે મોટી બાબત છે, આવી સ્થિતિમાં આલિયા અને તેના હેલ્પરને અપાયેલી ભેટ ખરેખર મોટી છે, આમ કરવાને કારણે બે લોકોને છત મળી છે. અને એ પણ સ્પષ્ટ છે કે આલિયાના આ ભેટ ને તેઓ બંને આજીવન ભૂલી શકશે નહીં.

આલિયા અને રણબીરના લગ્નની વાત કરીએ તો ઘણા સમયથી તેમના લગ્નને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ આલિયા અને રણબીરે તેમના લગ્ન અંગે કોઈ પ્રકારની વાત કરી નથી. હવે આવી સ્થિતિમાં તેમના ચાહકો માત્ર તે સમયની રાહ જોઈ રહ્યા છે કે બંનેના લગ્ન ક્યારે થશે.

Post a Comment

0 Comments