અમ્ફન તુફાન પછી ની આ ભયાનક તસ્વીર, 9 વર્ષ ની દીકરી એ પોતાની આંખો સામે પિતા ને પાણી માં ડૂબતા જોયા


ચક્રવાતી તુફાન ભલે ચાલ્યો ગયો હોય, પરંતુ તે પોતાની પાછળ તબાહી નું ભયાનક મંજર છોડી ને ગયો છે. ઘણા ઘર વિખેરાઈ ગયા. ખેતરો માં પાણી ભરાય ગયા. લોકો માટે આ સમય બમણો સંકટ લઈને આવ્યો છે. પહેલા કોરોના અને પછી અમ્ફન. ઘણા લોકો એ પોતાની આંખો ની સામે પોતાના ને મારતા જોયા છે.

એવીજ એક ઘટના બતાવતા 9 વર્ષ ની અર્પિતા ગાયેન ધ્રુજી ઉઠે છે. તેમણે પોતાની આંખો નિ સામે પોતાના પિતાને પાણી માં વહેતા અને કરંટ થી મરતા જોયા. તે સમયે તેમની માતા અને તેમના કાકા પણ દૂર ઉભા હતા, બધાજ લોકો એ તેમને બચાવવા ની કોશિશ કરી, પરંતુ સફળ થઇ શક્યા નહિ. અર્પિતા ના 37 વર્ષીય પિતા પિન્ટુ સહીત તુફાન માં 19 લોકોના મૃત્યુ થયા છે. કોલકાતા માં 11 લોકો ના મૃત્યુ વીજળી ના કરંટ લાગવા થી થયા છે. ચાલો જોઈએ તુફાન પછી ની થોડી તસવીરો


આ બે તસ્વીર પશ્ચિમ બંગાળ માં તુફાનના નુકશાન ને દેખાડે છે. એક કાચું ઘર બનાવવા માં ગરીબ ઘણી મહેનત કરે છે, પરંતુ તુફાન બધુજ ઉખાડી નાખે છે.


આ તસ્વીર પશ્ચિમ બંગાળ ના જરખાલી ની છે. અહીં સુંદરવન માં બનેલી જેટ્ટી ઘાટ તુફાન માં તણખલા ની જેમ વિખેરાઈ ગયો.


પશ્ચિમ બંગાળ ના દક્ષિણ 24 પરગના સ્થિત કાકદ્રીપ માં અમ્ફન ના કારણે આ રીતે ગરીબો ના ઘર ને નુકશાન થયું.


અસમ ના નગામ જિલ્લા ના કામપુર માં તુફાન પછી ખેતરો માં આ રીતે પાણી ભરાઈ ગયું.


અમ્ફન એ તાજા પાણી માં રહેવા વળી માછલી ને પણ મારી નાખી.


પશ્ચિમ બંગાળ ના દક્ષિણ 24 પરગના સ્થિત કાકદ્રીપ માં તુફાન ની તબાહી દેખાડતો એક વ્યક્તિ. ખારા પાણી ને તાજા પાણી માં રહેવા વાળી માછલી ને પણ મારી નાખી.


પશ્ચિમ બંગાળ ના દક્ષિણ 24 પરગના સ્થિત કાકદ્રીપ માં અમ્ફન ના કારણે ખરાબ થયેલા ચોખા ને દેખાડતો એક વ્યક્તિ.


અમ્ફન ના કારણે લગાતાર બે દિવસ થયેલા વરસાદ પછી નો નજારો. પાણી પુલ ને પણ લઇ ગયો. આ દ્રશ્ય અસમ ના નગામ સ્થિત કામપુર નું છે.

Post a Comment

0 Comments