અમરેલીમાં કોરોના ની એન્ટ્રી, સુરત થી આવેલા 67 વર્ષીય વૃદ્ધા પોજીટીવ


કોરોના નું સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે ગુજરાતના જિલ્લાની તો અમરેલી જિલ્લામાં કોઈપણ કેસ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ હતો નહીં.

હાલ મળતી માહિતી મુજબ ગ્રીન ઝોન કહેવાતું અમરેલી મા પણ કોરોના ની હવે એન્ટ્રી થઇ ચૂકેલી છે.  રાજ્યમાં ફક્ત આ એક જ જીલ્લો હતો જે કરોના મુક્ત હતો પરંતુ હાલ તે પણ કોરોના ની ચપેટ માં આવી ચૂક્યો છે.


સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીના ખેડૂત તાલીમકેન્દ્ર જ્યાં તેમને તપાસ ધરતા હતા ત્યાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૃદ્ધાનું ચેકઅપ કરનાર ડોક્ટર ને પણ હાલ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. કોરોના કેસ પોજીટીવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં સુરતથી કોરોના ની એન્ટ્રી થઇ ચુકી છે. સુરત થી બસ માં આવેલા અનેક લોકો ક્વોરન્ટીન થાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગ્રીન ઝોનમાં એન્ટ્રીથી લોકો પણ ચિંતીત બન્યા છે. દ્વારકાના સલાયામાં એક સાથે એક જ દિવસમાં સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે

Post a Comment

0 Comments