ટેલિવિઝન ની દુનિયામાં વર્ષો સુધી રાજ કરવા વાળી અભિનેત્રી ફિલ્મો માં પણ અજમાવી ચુકી છે હાથ, હવે આટલો બદલી ગયો લુક


અનિતા હસનંદિની ટેલીવિજન નું જાણીતું અને ચર્ચિત નામ છે. અનિતા 14 એપ્રિલ એ પોતાનો 39મોં જન્મ દિવસ મનાવ્યો. અનિતા વર્ષોથી ટેલીવિજન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે. અનિતા ના ફેન ફોલોવિંગ પણ ઘણી સારી છે. તેમણે ટેલિવિઝન ની સાથે સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનિતા નો આટલા વર્ષોમાં તેમનો લુક કેટલો બદલાઈ ચુક્યો છે ચાલો જાણીએ.અનિતાએ પોતાના ફિલ્મ અને ટેલિવિઝન સફર ની શરૂઆત સૌથી પહેલા ટેલિવિઝન સિરિયલ 'કભી સૌતન કભી સહેલી' થી કરી હતી. આ સીરિયલમાં મુખ્ય કિરદાર માં હતી. તેમના સિવાય અનિતા એ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનિતા એ વર્ષ 2003માં ફિલ્મોમાં પગ રાખ્યો હતો. અનિતા એ ફિલ્મી સફરની શરૂઆત થ્રિલર ફિલ્મ 'કુછ તો હે' થી કરી હતી. ફિલ્મમાં અનિતા વિલન બની હતી.ત્યારબાદ અનિતા લગાતાર 'આ કોઈ આપસા હૈ' અને 'કૃષ્ણ કોટેજ' જેવી ફિલ્મોમાં નજર આવી અને પોતાના કરિયરને ને નવી રાહ મળી સ્ટાર પલ્સ ના ચર્ચિત શો 'કાવ્યાંજલિ' થી. બાલાજી ટેલિફિલ્મ્સ ના બેનર નીચે બનેલી આ ટીવી સીરીયલમાં અનિતા મુખ્ય કિરદાર માં હતી. આ સીરિયલમાં અનીતા ને એક અલગ જ ઓળખાણ મળી હતી. સિરિયલમાં અનિતાએ અંજલી નંદા નો કિરદાર નિભાવ્યો હતો. સીરીયલ ના ટાઈટલ ટ્રેક અને પ્લોટને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.


અનિતા એ ત્યાર પછી ઘણી બધી સિરિયલમાં પણ કામ કર્યું છે. વર્ષ 2013થી લગાતાર અનિતા સ્ટાર પ્લસની સીરિયલ 'યે હે મોહબતે' માં નજર આવી રહી હતી. આ સીરિયલમાં અનિતા એ શગુન નો કરીદાર નિભાવ્યો હતો. પહેલા શગુન નો કિરદાર સીરીયલ માં નેગેટિવ હતો. ત્યારબાદ ધીરે-ધીરે કિરદારને પોઝિટિવ કરી દેવામાં આવ્યો. અનિતા ને આ સીરિયલમાં તેમના ફેશન સેન્સ માટે ઘણો પસંદ કરવામાં આવ્યો.


હાલમાં જ અનીતા ને ટીવી સીરિયલ નાગિન ના ચોથા સિઝનમાં જોવા મળી રહી છે. તેમના પહેલા અનિતા નાગીન ના ત્રીજા સીઝનમાં પણ નજર આવી ચૂકી છે. અનિતા અભિનેતા એજાઝ ખાનની સાથે રિલેશનશિપને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. બંનેની એંગેજમેન્ટ ની ખબર સામે આવી હતી. પરંતુ વર્ષ 2009માં નીતાએ એજાજ ની સાથે પોતાના સંબંધ ખતમ કરી નાખ્યો. ત્યારબાદ અનિતા બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા છે અનિતા અને રોહિત ખૂબ જ ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

Post a Comment

0 Comments