પરિવાર ચલાવવા માટે સાઇકલ પર શાકભાજી વેચતી હતી આ છોકરી, આસામ પોલીસ એ ભેટ આપી ગાડી


કોઈક કહાની ખુશી આપવાની સાથે સાથે આંખો પણ ભીની કરી જતી હોય છે. એક એવી જ ઘટના આસામમાં જોવા મળી જેમને જાણીને તમે પણ ખુશ પણ થશો અને તમારી આંખો ભરાય પણ આવશે. આ કહાની આસામના દિબ્રુગઢ જિલ્લાની છે. જ્યાં 21 વર્ષીય છોકરી રોજે સાયકલ ઉપર શાકભાજી વેચવા માટે ઘરે ઘરે જતી હતી. જેનાથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે.


પરિવાર માટે જનમોની ગોગાઈ ની આ મહેનત જોઈએ આસામ પોલીસ થી રહી શકાયું નહીં અને તેમણે તેને ગાડી ભેટ સ્વરૂપ માં આપી. પોલીસે તેને આર્થિક સહાય પહોંચાડવાની મદદ પણ કરી પરંતુ તેમણે આર્થિક મદદ લેવા માટે ના કહી દીધી. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર જનમોની ની આ તસવીર ખૂબ જ શેર કરવામાં આવી રહી હતી. જેમાં તે સાઈકલમાં બે મોટા મોટા ભેલા લઈને જોવા મળી હતી. આ તસવીર ઉપર આસામ પોલીસની નજર પડી અને તેમણે જનમોની ના વિશે સંપૂર્ણ જાણકારી ભેગી કરી.


પોલીસ ઉપ-અધિક્ષક પલ્લવનમુમેદ નું કહેવું છે કે તેમણે આર્થિક મદદ લેવા માટે ના કરી દીધી હતી એટલા માટે અમે તેમને ગાડી ભેટ સ્વરૂપે દેવાનો નિર્ણય કર્યો. જેનાથી તે વધુ માત્રામાં શાકભાજી લઇ જઇ શકે જનમોની દિબ્રુગઢ જિલ્લાના વિસ્તારની નિવાસી છે. જનમોની નું કહેવું છે કે તેમના પિતા 18 વર્ષ થી બીમાર છે. તે ચાલી પણ નથી શકતા. તે છેલ્લા બે વર્ષથી બોરબારૂંહા બજારમાં શાકભાજી વેચવા માટે માતાની મદદ કરી રહી છે.


ત્યાંજ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન થયા પછી થી તે સાઈકલ થી ઘરે ઘરે જઈને શાકભાજી વેચી રહી છે. જનમોની ધોરણ-12 સુધી અભ્યાસ કરેલો છે અને ત્યારબાદ થી તેમણે પરિવારની મદદ માટે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું. જનમોની ની માતા મોનોમોટી નું કહેવું છે કે જો તેમની દીકરી શાકભાજી વહેંચી ને પૈસા ન કમાઈ શકે તો લોકડાઉન દરમિયાન ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ થઈ જાય છે.

Post a Comment

0 Comments