48 કલાક અંદર ટ્રેન માં 9 યાત્રીઓ ના મૃત્યુ, સામે આવી દિલ ને હલાવી દે તેવી તસ્વીર, ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે video


લોકડાઉન ના દરમિયાન પ્રવાસી શ્રમિકો ને ઘરે જવાનું ચાલુ છે. તેમના માટે સરકાર શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. પરંતુ 48 કલાકમાં ઉત્તર પ્રદેશ અને બિહાર જવાવાળા અલગ અલગ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં નવ લોકોના મૃત્યુ થઈ ગયા છે. તેમાં સૌથી વધુ દિલ હલાવી દે તેવી એક ઘટના બિહારમાં થઈ. જયા રેલવે પ્લેટફોર્મ પર એક બાળક પોતાની મૃત માતા ને જગાડવા નો પ્રયત્ન કરી રહ્યું છે. તેનો વિડીયો રાજદ નેતા તેજસ્વી યાદવ ના પાસેના સંજય યાદવ ટ્વીટ કર્યો છે.

માતાના મૃત્યુ થી બેખબર હતો દીકરો

બિહારના એક પ્લેટફોર્મ થી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં રાજદ નેતા તેજસ્વી યાદવ ના પાસેના સંજય યાદવ એ ટ્વીટ કરેલો છે. વીડિયોમાં માતાના મૃત્યુ થી બેખબર દીકરો તેમની પાસે જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મહિલાની ઓળખાણ ઉરેશ ખાતુન (35) ના રૂપમાં કરવામાં આવી છે. વિડિયોમાં જોવા મળે છે કે મહિલાનો શવ પ્લેટફોર્મ પર પડેલો છે અને તે દરમ્યાન ટ્રેનને આવવા-જવાની ઘોષણા થઈ રહી છે.

Post a Comment

0 Comments