42 ડિગ્રી તાપમાન પર દીકરીને સાથે રાખીને નિભાવે છે પોતાની ડ્યુટી


કોવીડ-19 નું સંક્રમણ લગાતાર થઇ રહ્યું છે. બીજી તરફ તાપમાન માં પણ લગાતાર વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. એવામાં દીકરી ને લઈને ચેકપોસ્ટ પર લોકો સ્ક્રીનિંગ કરવું એ સામાન્ય વાત નથી, પરંતુ તે કાર્ય ને કરી રહી નર્સ ભાવીશાબેન રાબડીયા.

ભાવિશાબેન ના જજબા ને લોકો સલામ કરી રહ્યા છે. નાની દીકરી આરાધ્યના ને સાથે લઈને ભાવીશા આ કાળઝાળ ગરમી માં પોતાની ફરજ નિભાવી રહી છે. તે કહે છે કે જેમને પણ ઘરે રહેવાનો મૌકો મળ્યો છે તે ખરેખર નસીબદાર છે. એટલા માટે મારુ લોકોને એટલુંજ કહેવું છે કે ઘરે રહો સુરક્ષિત રહો. ભાવીશા આ સમયે આટકોટ ભાવનગર હાઇવે પર તૈનાત છે. જ્યાં તે ચેકપોસ્ટ પર થર્મલ ગન થી આવતા જતા લોકો નું સ્ક્રીનિંગ કરી રહ્યા છે.

Post a Comment

0 Comments