બીમાર બચ્ચા ને મોઢા માં પકડી ને આ રીતે હોસ્પિટલ પહોંચી બિલાડી, દોડતા આવ્યા ડોક્ટર


બાળક જયારે મુશ્કેલીમાં હોય ત્યારે માતા સિવાય તેમની મમતા નો અંદાજો શાયદજ બીજું કોઈ લગાવી શકે. માતા બાળક ના માટે તમામ મુશ્કેલી નો સામનો નીડર થઈને કરે છે. તે પોતાના બાળકને રાહત આપવા માટે કોઈપણ આપત્તિ થી નથી ડરતી. માણસ જ નહીં પરંતુ માતૃત્વની આ ભાવના જાનવરોમાં પણ હોય છે. તેમનો એક નજારો એ વખતે જોવા મળ્યો જયારે એક બિલાડી પોતાના બીમાર બાળકને પોતાના મોઢામાં પકડીને હોસ્પિટલ પહોંચી. બચ્ચા ની હાલત જોતા જ ડોક્ટર સંપૂર્ણ નજારો સમજી ગયા અને દોડતા દોડતા બિલાડીની મદદ માટે પહોંચ્યા. બિલાડી ની હોસ્પિટલ ની તસ્વીર આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ઘટના તુર્કીના ઇસ્તામ્બુલ ની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે બિલાડી બાળકને હોસ્પિટલ લઈને પહોંચી તો સ્ટાફ હેરાન રહી ગયો. સ્ટાફ પહેલા ખાવા માટે અને પીવા માટે દૂધ આપે છે. ત્યારબાદ સ્ટાફ બિલાડી સાથે તેમના બાળકને લઈને ઈલાજ માટે અંદર રૂમમાં ચાલ્યા જાય છે. આ તસવીરો ટ્વીટર યૂજર્સર ઓજકન એ શેર કરી છે. ઓજકન એ શેર કરતા લખ્યું કે જ્યારે અમે ઇમર્જન્સી રૂમમાં હતા ત્યારે એક બિલાડી પોતાના બીમાર બાળકને મોઢામાં દબાવીને લઈને આવી. બાળક થોડું બીમાર હતું અને કમજોર લાગી રહ્યું હતું.

તસવીરમાં જોઇ શકાય છે કે હોસ્પિટલનો સ્ટાફ બિલાડી ને કઈ રીતે દુલાર કરતો નજર આવી રહ્યો છે. તસવીર ને અત્યાર સુધીમાં 86 હજારથી વધુ લોકો એ લાઈક કરી છે અને મોટી સંખ્યામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. એટલે જ આ તસવીર ને સાડા પાંચ હજારથી વધુ રીટ્વીટ કરી છે. જોકે આજે બિલાડી અને તેમના બાળકની આ તસવીર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. થોડાક યુઝર હોસ્પિટલના સ્ટાફના વખાણ કરી રહ્યા છે તો થોડાક બિલાડી ની મમતા જોઈને ભાવવિભોર થઈ ગયા છે.

Post a Comment

0 Comments