જાણીતા એક્ટર કિરણ કુમાર નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પોતાને રાખ્યા છે...


દેશમાં કોરોનાવાયરસ નો કહેર યથાવત્ ચાલી રહ્યો છે. તે ઉભું રહેવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક કરોનાના અનેક કેસો સામે આવી રહ્યા છે એમણે ચિંતામાં મૂકી દીધા છે. હાલમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કિરણકુમાર પણ કોરોના ની ઝપેટ માં આવી ગયા છે. તેઓએ જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કિરણ કુમારને કરોનાના કોઇ પણ લક્ષણ નથી પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઇ ગયો છે. કિરણ કુમાર ની ઉંમર 74 વર્ષની છે.

મળતી માહિતી પ્રમાણે 14મી મેના રોજ કિરણકુમાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાને ઘરમાં જ કોરેન્ટીન કરી લીધા. એ પોતાના પરિવારથી પણ અંતર રાખી દીધું અને એક ફ્લોર ઉપર જ પોતાને સીમિત કરી દીધા હતા. તેઓએ દસ દિવસથી કોરેન્ટીન છે અને તેમનો બીજો કોવીડ-19 ટેસ્ટ 25 મે ના રોજ થશે. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે તેમાં તેમની સાથે વાત કરવાનો દાવો કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે તેઓએ કેવી રીતે કરે પોતાની જાતે આઇસોલેટ કર્યા છે.

આ રિપોર્ટનું માનીએ તો કિરણ કુમારે જણાવ્યું કે તેમને કરોનાના કોઇ પણ લક્ષણ નથી તેમ છતાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમને ઉધરસ, તાવ. શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણ નથી. તેઓએ એવું પણ જણાવ્યું કે તેમના ઘરમાં બે ફ્લોર છે અને તેઓએ પોતાને બીજા ફ્લોર ઉપર આઇસોલેટ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે કિરણકુમાર પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો કોરોના સંક્રમિત હોવાના અહેવાલ સામે આવી ચુક્યો છે. સૌથી પહેલા સિંગર કનિકા કપૂર નો રિપોર્ટ પોઝિટિવ આવતા બધા જ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ નિર્માતા કરીમ મોરાની અને તેમની બંને દીકરીઓ જોઆ મોરાની અને શાજિયા મોરાની પણ સંક્રમિત થયા હતા. જોકે તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને એકદમ સાજા થઈ ને ઘરે પણ ગયા.

Post a Comment

0 Comments