શું આ એક્ટ્રેસ સાથે રિલેશનશિપ માં છે જસપ્રીત બુમરાહ? સાઉથ ની આ અભિનેત્રી ને કરી રહ્યા છે ડેટ


ક્રિકેટર અને એક્ટ્રેસ રિલેશનશીપની ખબર ખૂબ જ કોમન વાત થઈ ગઈ છે પરંતુ હાલમાં જે ક્રિકેટર નું નામ એક્ટ્રેસની સાથે જોડાઈ રહ્યું છે તે ભારતીય ટીમના યુવા ક્રિકેટર જસપ્રીત બુમરાહ છે. જ્યાં છેલ્લા ઘણા દિવસોથી ખબર સામે આવી રહી છે કે જે જસપ્રીત બુમરાહ સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન ને ડેટ કરી રહ્યા છે અને થોડાક દિવસોથી એ ખબર ઝડપથી વાયરલ થઇ રહી છે. બુમરાહ નું આ વાત ઉપર કોઈપણ પ્રકારનું બયાન સામે આવ્યું નથી પરંતુ અનુપમા એ તેના ઉપર પોતાની ચુપ્પી તોડી છે. અનુપમા એ આ ખબરો ને એક અફવા કહી છે. અનુપમા એ કહ્યું છે કે તે બંને સારા દોસ્ત છે અને એકબીજાને ડેટ નથી કરી રહ્યા.


View this post on Instagram

A post shared by jasprit bumrah (@jaspritb1) on

બુમરાહ અને અનુપમા એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. ઝડપી બોલકે અનુપમાના ઘણા ટ્વિટ પણ લાઇક કર્યા છે. તાજેતરમાં જ, બુમરાહ સાથેના પ્રેમ સંબંધ અંગે પ્રેસ કોન્ફરન્સમાં અનુપમાને પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તેણે ડેટિંગનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેણે કહ્યું હતું કે તે બંને સારા મિત્રો છે


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

23 વર્ષીય અનુપમાએ દક્ષિણની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. 2015 માં રિલીઝ થયેલી પ્રેમમ તરફથી તેને ઘણી ઓળખ મળી, તે બાદ સતામનમ ભવતિ, નટસર્વભૂમા અને વનધિ ઓકાદે જીંદગી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ત્રણ એવોર્ડ પણ જીતી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુમરાહ સોશિયલ મીડિયા પર માત્ર અનુપમાને જ ફોલો કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે પણ જોડાઇ ગયું હતું. રાશિ મદ્રાસ કેફે જેવી ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે કામ કરી ચુકી છે.


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

Post a Comment

0 Comments