આ રીતે બનાવો બિસ્કિટ મિલ્ક શેક, ખુબજ આવશે પસંદ


બાળકોને તેમજ મોટાને ખુબજ પસંદ આવશે બિસ્કિટ મિલ્ક શેક. તો ચાલો જાણીએ આ સરળ રેસિપી વિષે.

જરૂરી સામગ્રી

1 પેકેટ બિસ્કિટ
1 કપ ઠંડુ દૂધ
1 કપ વેનીલા આઈસ્ક્રીમ
2 ટેબલસ્પૂન ચોકલેટ ચિપ્સ
1 નાની ચમચી ચોકોલેટ ચિપ્સ (સજાવટ માટે)
1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ (સજાવટ માટે)
બિસ્કિટ ના થોડા ટુકડા (સજાવટ માટે)

રીત

સૌથી પહેલા એક મિક્સર માં બિસ્કિટ ના ટુકડા કરીને નાખો. ત્યાર બાદ તેમાં દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખો.

હવે તે સરખી રીતે મિક્ષ થાય ત્યાં સુધી તેને મિક્સર માં મિક્ષ કરો.

મિક્ષ થયા પછી તેમાં ચોકોલેટ ચિપ્સ નાખીને એકવાર ફરી મિક્સર માં નાખીને મિક્ષ કરો. તૈયાર છે હવે બિસ્કિટ મિલ્ક શેક.

સર્વિગ ગ્લાસ માં સૌથી પહેલા ચોકોલેટ સીરપ નાખો. પછી તૈયાર શેક. ઉપર થી એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ અને બિસ્કિટ ના ટુકડા થી ગાર્નિશ કરીને સર્વ કરો.

Post a Comment

0 Comments