નીતા-ઈશા અંબાણી સુધી ને સાડી પહેરાવી ચુકી છે આ મહિલા, લિમ્કા બુક ઓફ રિકોર્ડ માં દર્જ થઇ ચૂક્યું છે નામ


બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ અથવા સેલિબ્રિટીને ડિઝાઇનર વિયર અથવાતો સાડીમાં જોઈને બધા લોકો તેમના ફેન થઈ જાય છે. હંમેશા ખૂબ જ પરફેક્શન ની સાથે સાડી જેવા ટ્રેડિશનલ વિયર ને પહેરીને આ અભિનેત્રી ને જોઈ તમારા મનમાં એ વિચાર આવતો હશે કે કઈ રીતે આ તેમને પહેરતી હશે. તો કહી દઈએ કે સાડી પહેરવા માટે સાડી સ્ટાઇલિસ્ટ ની મદદ લે છે. જે તેમને સાડી અથવા તો દુપટ્ટો ને કેરી કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ એવીજ સાડી સ્ટાઇલિસ્ટ ડોલી જૈન વિશે જેમની સ્કિલ ની ફેન્સ નીતા અંબાણી સુધી છે.


ડોલી જૈન બેંગલુરુમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ તેમના લગ્ન એક એવા પરિવારમાં થયા જ્યાં ફક્ત સાડી પહેરતા હતા. સાસરિયામાં સાડી પહેરવાની મજબૂરી એ તેમને સાડી પહેરવામાં એક્સપોર્ટ બનાવી દીધી. સાસરિયામાં સાડી પહેર્યા દરમિયાન તે અલગ અલગ પ્રકારની સ્ટાઇલ કરતી હતી. જેનાથી લોકો હંમેશા તેમના વખાણ કરતા હતા. ડોલીના પ્રોફેશનલ કરિયર પસંદ કરવાનો કિસ્સો પણ ખૂબ જ મજેદાર છે.


ડોલી એક લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે પહોંચી હતી જ્યાં તેમણે દુલ્હનના ખૂબ જ ભારે દુપટ્ટાને સેટ કરવામાં મદદ કરી હતી. આ લહેંગાના ડિઝાઇનર સંદીપ ખોસલા હતા. જે ડોલીના હુનર થી ઘણા જ પ્રભાવિત થયા. ત્યારબાદ સંદીપે તેમને હંમેશા સેલિબ્રિટી ની સાડી અથવા તો લહેંગા પહેરવા માટે નામ આપ્યા કરતા હતા. પરંતુ ડોલી ને તેને પ્રોફેશનલ કરિયર પસંદ કરવાની સલાહ અભિનેત્રી શ્રીદેવી આપી હતી. જયારે ડોલી શ્રીદેવીને સાડી પહેરાવવામાં મદદ કરી રહી હતી તો તેમણે કહ્યું કે તેમણે તેને કરિયરના રૂપમાં પસંદ કરવું જોઇએ.


ત્યારબાદ ડોલીએ તેમને કેરિયરના રૂપમાં પસંદ કરવાનો નિર્ણય લીધો. પંદર વર્ષોમાં ડોલીએ ઘણા બધા સિતારાઓ થી લઈને નેતાઓ ને પણ સાડી પહેરાવી છે. તે કહે છે કે દરરોજ તે મેનીક્વિન ને સાડી અને દુપટ્ટો પહેરાવવાનો એવો જ અભ્યાસ કરે છે જે રીતે એક સંગીતકાર પ્રેક્ટિસ કરે છે. ડોલી સ્મૃતિ ઈરાની થી લઈને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા સુધી ને સાડી પહેરાવી છે. ત્યાં જ ઇશા અંબાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા પણ દુલ્હનના પહેરવેશમાં ડોલી ની મદદથી તૈયાર થયા હતા.


ડોલી જૈન ની સાડી બાંધવાની ફીસ લગભગ 25 હજાર થી બે લાખ સુધી હોય છે. કહી દઈએ કે ડોલીએ પોતાના જ રેકોર્ડને તોડ્યો છે જે 125 અલગ અલગ સ્ટાઈલ માં સાડી બાંધવાનો હતો. લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં તેમણે 325 સાડીઓ ને અલગ-અલગ રીતે બાંધી છે. ડોલી ને એક સાડી બાંધવામાં લગભગ 18.5 સેકન્ડ લાગે છે.

Post a Comment

0 Comments