જાણો ચામુંડા દેવી શક્તિપીઠ રાજ કે જ્યા ચંડ અને મૂંડ દાનવ નો થયો હતો વધ


આપણું ભારત કે જેને દુનિયા માં મંદિરો ની નગરી ના નામ થી ઓળખાવા માં આવે છે. કહેવાય છે કે ભારતમાં દેવતાના સૌથી વધુ ચમત્કાર થયા હતા. એવું નથી કે ફક્ત ભારત માં જ પરંતુ દરેક દેશ માં ભગવાન ની પૂજા થાય છે અને પોતાના હોવાનું પ્રમાણ પણ આપેલું છે. પરંતુ જયારે ભારત ઉપર નજર કરવામાં આવે છે ત્યારે અહીંયા કંઈક ખાસ વાત જણાય છે.

એમ કહીયે તો અહીંયા ની માટી માં કંઈક તો ખાસ વાત છે જે બીજે નથી અને ધર્મ માં પણ કંઈક ખાસ વાત છે જે બીજે ક્યાંય નથી જોવા મળતી.


ભારત ને દેવી દેવતા નો ગઢ પણ કેહવા માં આવે છે અને જો વાત દેવી ની કરવા માં આવે તો હિમાચલ માં આવેલું ચામુંડ માં નું મંદિર પોતાના માં કંઈક ખાસ અલગ જ છે. ચામુંડા દેવી નું શક્તિ પીઠ હિમાચલ માં કાંગડા માં આવેલું છે અને 51 શક્તિ પીઠ માંથી એક છે.

અહીંયા અવવા વાળા દરેક શ્રદ્ધાળુ ઉપર માતાની કૃપા હંમેશા રહે છે. અહીંયા આવવા વાળા દરેક ને માતા પોતાની શક્તિ નો અનુભવ કરાવે છે. કહેવાય છે કે જે પણ માતા ની જગ્યાએ જાય છે તે ક્યાંયરેય ખાલી હાથે નથી આવતા.

કહેવાય છે કે અહીંયા ઘણા રાજ દબાયેલા છે જે માણસ ને સમજવા મુશ્કેલ છે પરંતુ કેટલાક લોકો આ ચમત્કાર ને નજીક થી જોઈ શક્યા છે. તો આજે આપણે આવવા જ કંઈક ચમત્કાર ની વાત કરવા ના છીએ.

શિવ શક્તિ બંને નો છે અહીંયા નિવાસ :


કહેવાય છે કે ચામુંડા માતા ના મંદિર માં શિવ શક્તિ બંને નો વાસ છે, કહેવાય છે કે જલંધર રાક્ષસ અને શિવ ની વચ્ચે અહીંયા જ યુદ્ધ થયું હતું, માટે તેની રુદ્ર ચામુંડા પણ કહેવાય છે. તમને જણાવી દઈએ કે ચામુંડા માતા ના મંદિર ની પાસે જ ભગવાન શિવ ની મૂર્તિ પણ બિરાજ માં છે જેને નંદીકેશ્વર ના નામ થી ઓળખવામાં આવે છે. બાણગંગા ની નજીક આ મંદિર આવેલું છે. કહેવાય છે કે મંદિર નું નિર્માણ 16 મી સદી માં થયું હતુ . અહીંયા દરેક ભક્ત ની મનોકામના પુરી થાય છે. અહીંયા માં કાલી એ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ચંડ અને મૂંડ નો કર્યો હતો વધ:


અહીંયા જ માં કાલી એ ચંડ અને મૂંડ નો સંહાર કર્યો હતો. માં કાલી એ ચંડ અને મૂંડ નો વધ કર્યા પછી આ જગ્યા નુ નામ ચામુંડા રાખ્યું હતું. કહેવાય છે કે આ જગ્યા ઉપર હરરોજ કંઈક ચમત્કાર થતા રહે છે અને અહીંયા આવવા વાળા હરેક વ્યક્તિ ની ઈચ્છા પુરી થાય છે અને અહીંયા દરરોજ દેશ વિદેશ થી લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે અને ખાલી હાથે પાછા નથી જતા.

Post a Comment

0 Comments