પગપાળા જઈ રહેલા મુંજુરો સાથે ચોર એ કર્યું એવું કે તમે પણ કહી ઉઠશો વાહ...


મુન્ના રોહતક, હરિયાણામાં રહીને એક ફેક્ટરીમાં કામ કરતો હતો. બીજા મજૂરોની જેમ મુન્ના પણ ત્રીજા લોકડાઉનમાં ઘરે જવા માટે પગપાળા જ નીકળી પડ્યો હતો. ત્રણ બાળક અને પત્ની સાથે હતા. આરામ કરતા પ્રવાસ ચાલી રહ્યો હતો. વચ્ચે-વચ્ચે પોલીસના દંડા અને ફટકાર પણ મળી. પરંતુ રસ્તામાં કેળા અને બિસ્કિટ વહેંચનારાઓ પેટ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મથુરાની પાસે પત્નીની તબિયત બગડી તો એવું લાગ્યું કે, ક્યાંક કોઈ ખરાબ ઘટના ના બને. પરંતુ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર જે થયું, તેને કારણે પ્રવાસમાં આવનારી મુસીબતો પણ જાણે નાની બની ગઈ.

પહેલા લોકડાઉનમાં તો અમે એ બધું જ ખર્ચી નાંખ્યું, જે અમારી પાસે હતું. પરંતુ બીજા લોકડાઉનથી મુસ્લિમોના રોજા શરૂ થઈ ગયા, આથી અમને અમારા વિસ્તારમાં દરરોજ સાંજે એક ટાઈમનું ખાવાનું મળવા માંડ્યું. જ્યારે તેમને જાણવા મળ્યું કે આખો પરિવાર છે, તો તેઓ અનાજ આપી જતા હતા. પરંતુ આવું ક્યાં સુધી ચાલશે. બીજી તરફ હું અન્ય મજૂરોને પગપાળા પોતાના ઘરે જતો જોઈ રહ્યો હતો. ત્રણ નાના બાળકો અને બીમાર પત્નીના કારણે મારી હિંમત તૂટી ગઈ હતી. પગપાળા નીકળું કે નહીં, તે વિચારતા-વિચારતા 8-9 દિવસ વીતી ગયા. પરંતુ 11 મેના રોજ અચાનકથી એક બેગમાં થોડાં કપડાં મુક્યા અને સાયકલ લઈને પરિવારની સાથે નીકળી પડ્યો.

રાત્રે આશરે 1.30 વાગ્યા હશે. લખનૌ એક્સપ્રેસ-વે પર જ અમે બધા આરામ કરી રહ્યા હતા. આખા દિવસ દરમિયાન ઘણું ચાલી લીધુ હતું અને પત્ની બીમાર હોવાથી તેને વધુ ચલાવવા નહોતો માગતો. અમારાથી થોડે જ દૂર ચાર-પાંચ છોકરા કેટલાક લોકો સાથે મારામારી કરી રહ્યા હતા. જેમની સાથે મારામારી થઈ રહી હતી, તે ખાતા-પિતા ઘરના લોકો લાગી રહ્યા હતા.

ત્યારબાદ તે છોકરાઓ અમારી પાસે આવી ગયા. મોટા અવાજમાં બૂમ પાડતા મને પૂછ્યું- કોણ છે અને ક્યાં જાય છે. શું છે તમારી પાસે. હું સમજી ગયો કે, તેઓ સામાન લૂંટવા આવ્યા છે. મેં રડતા-રડતા જુનો કીપેડ મોબાઈલ ફોન તેમને આપ્યો અને કહ્યું- મજબૂર માણસ છું, બસ આ જ છે મારી પાસે.

મને રડતો જોઈ તેમાથી એક છોકરાએ મને મારી સ્ટોરી પૂછી. મેં તેને જણાવ્યું કે, કઈ રીતે હું રોહતકથી ચાલતો અને લખનૌની નજીક પહોંચ્યો હતો. પત્ની બીમાર છે અને અમે ભૂખ્યા છીએ. ત્યારે તેમાંથી એક બોલ્યો- યાર મજૂરોના તો ઘણા સમાચાર આવી રહ્યા છે ટીવી પર. દરમિયાન તેમાંથી એકે શું ઈશારો કર્યો કે બીજા છોકરાએ મારા હાથમાં 500-500ની ઘણી નોટો મુકી દીધી. મેં ગણી તો તે પૂરા 5 હજાર રૂપિયા હતા. બોલ્યા- રસ્તામાં કંઈ ખા-પી લેજો અને હવે પગપાળા ના જતા. કોઈ ટ્રકવાળાને બસો-ચારસો રૂપિયા આપી દેજો. એકે તો મારી સૌથી નાની દીકરાના માથા પર હાથ પણ ફેરવ્યો હતો.

ત્યારબાદ તો એકવાર પણ મારા મગજે દુઃખનો અનુભવ ના કર્યો. આખા રસ્તે એ જ લોકોની વાતો પત્નીની સાથે થતી રહી અને એ લોકોના ચહેરા આંખોની સામે ફરતા રહ્યા. લખનૌ સુધી રસ્તામાં કોઈ ટ્રકવાળાએ અમને ના બેસાડ્યા, પરંતુ તે છોકરાઓને કારણે હું બાળકોને ખવડાવતો-પીવડાવતો લઈ ગયો.

Post a Comment

0 Comments