'ક્રાઇમ પેટ્રોલ' ની એક્ટ્રેસ એ ફાંસી લગાવીને આપી દીધી જાન, આ કારણ થી હતી ડિપ્રેશનમાં


ટીવી શો 'ક્રાઇમ પેટ્રોલ' ફેમ એક્ટ્રેસ પ્રેક્ષા મેહતા એ ફાંસી લગાવીને જાન આપી દીધી છે. તે મધ્યપ્રદેશ ના ઇન્દોર ની રહેવા વાળી હતી. તેમણે ક્રાઇમ પેટ્રોલ અને થોડીક ટીવી સિરિયલ માં પણ કામ કર્યું છે. 25 વર્ષ ની ઉંમર માંજ મૃત્યુ ને ગળે લગાડવાની પાછળ કારણ ડિપ્રેશન ને કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન માં કામ ના મળવાના કારણે તે ઘણી પરેશાન થઇ ગઈ હતી અને અંત માં તે ને ખુદખુશી નો રસ્તો પસંદ કર્યો હતો.

પ્રેક્ષા ના પિતા ના પ્રમાણે લોકડાઉન થવાના કારણે પ્રેક્ષા ઘરે આવી ગઈ હતી. મુંબઈ માં જે રીતે કોરોના વધી રહ્યો હતો અને લગાતાર લોકડાઉન હતું, તેનાથી પ્રેક્ષા ને લાગ્યું કે લાંબા સમય સુધી કામ નહિ મળે. એજ કારણ ના ચાલતા તે ડિપ્રેશન માં ચાલી ગઈ અને આત્મહત્યા જેવું પગલું ઉઠાવી લીધું.


પ્રેક્ષા મેહતા થિયટર માં પણ ઘણી એક્ટિવ હતી. તેમને થિયેટર ગ્રુપ 'ડ્રામા ફેક્ટરી' થી શુરુઆત કરી અને અહીં થી એક્ટિંગ નો ચસ્કો લાગી ગયો. પ્રેક્ષા નું પહેલું નાટક 'ખોલ દો' હતું. તેમાં તેની એક્ટિંગ ને ખુબજ પસંદ કરવામાં આવી હતી. તેમના પછી પ્રેક્ષા મેહતા એ થોડાક વધુ નાટક માં કામ કર્યું જેમાં 'ખુબસુરત વહુ', 'બુંદે', 'રાક્ષસ', 'પ્રીબિમ્બ', 'પાર્ટનર્સ' અને 'અધૂરી ઔરત' જેવા ઘણા નાટક શામેલ છે.


પ્રેક્ષા મેહતા નું મૃત્યુ થી ઠીક પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ લખ્યો, જે હલાવી દે તેવો છે. લખ્યું હતું 'સૌથી ખરાબ હોય છે સપના નું મરી જવું'.


આ મેસેજ થી અંદાજો લગાવી શકાય છે કે પ્રેક્ષા મેહતા ક્યાં હદ સુધી ડિપ્રેશન માં આવી ગઈ હતી.


થોડાક દિવસો પહેલા લોકડાઉન માં કામ ન મળવા અને ડિપ્રેશન ના ચાલતા ટીવી એક્ટર મનમીત ગ્રેવાલ એ પણ આત્મહત્યા કરી લીધી હતી. લોકડાઉન માં એવા ઘણા લોકો છે, જે બેરોજગાર થઇ ગયા છે. ઘણા એવા લોકો છે જેમને પેમેન્ટ આપવામાં આવ્યું નથી.

Post a Comment

0 Comments