340 વર્ષ પહેલા બન્યો હતો દુનિયાનો પહેલો ડાઇવિંગ સૂટ, ખુબજ અનોખો છે તેમનો ઇતિહાસ


આજે આપણે નિડ઼ી થી લઈને સમુદ્ર ના નીચે ની દુનિયા જાણી શક્યા છીએ તો તેમાં સૌથી મોટું યોગદાન છે ડાઇવિંગ સૂટ નું. આ એક એવું જરૂરી ઉપકરણ છે, જેમના દ્વારા માણસ પાણી ની અંદર છુપાયેલ ઊંડા રાજ ને જાણી લે છે. પરંતુ શું તમે જાણો છો પહેલું ડાઇવિંગ સૂટ ક્યારે બન્યું હતું અને તેને કોને બનાવ્યું હતું? તો આજે આ પોસ્ટ ના માધ્યમ થી અમે તમને ડાઇવિંગ સૂટ નો ઇતિહાસ વિષે કહેવા જઈ રહ્યા છીએ.


દુનિયા નું સૌથી પહેલું ડાઇવિંગ સૂટ બનાવવા નો શ્રેય જાય છે ઇટલી ના આવિષ્કારક અલફોસો બોરેલી ને આપવામાં આવ્યો છે. તેમણે આ આવિષ્કાર વર્ષ 1679 માં કર્યો હતો. પરંતુ તેના ઘણા વર્ષ પહેલા 1617 માં તેમણે એક સૂટ બનાવવા ની કોશિશ કરી હતી, પરંતુ તે તેમાં સફળ થઇ શક્યા નહિ. આ સૂટ ની ખામીઓ ને દૂર કરીને તેમણે 1679 માં દુનિયા નો પહેલો ડાઇવિંગ સૂટ બનાવ્યો હતો.અલ્ફોસો બોરેલી ના પછી બાકી ઘણા વૈજ્ઞાનિકો એ ડાઇવિંગ સૂટ બનાવ્યા. તેમાં બે બ્રિટિશ વૈજ્ઞાનિક પણ સામેલ છે, જેમણે 1710 ઇસ પૂર્વ માં દુનિયા ને પહેલું પ્રેશર પ્રુફ ડાઇવિંગ સૂટ બનાવ્યું હતું. ખાસ વાત તો એ છે કે તેમણે આ સૂટ નું પરીક્ષણ પોતાના જ ઘર માં રહેલા સ્વિમિંગ પુલ માં કર્યું હતું.


બ્રિટેનના જ એક વધુ વૈજ્ઞાનિક એન્ડ્ર્યુ બેકર્સ પણ ડાઇવિંગ સૂટ બનાવવા ની શ્રેણી માં સામેલ છે. તેમને દુનિયા નું પહેલું ચામડા નું ડાઇવિંગ સૂટ બનાવ્યું હતું. વર્ષ 1774 માં તેમને મશહૂર થેમ્સ નદી માં તેમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે તેને પહેરીને લગભગ એક કલાક સુધી પાણી માં રહ્યા હતા. બેકર્સ આ ડાઇવઇનફ સૂટ ની ખાસિયત એ હતી કે તેમાં શ્વાસ લેવા અને છોડવા માટે એક વિશેષ ટ્યુબ પ્રણાલી નો વપરાશ કરવામાં આવ્યો હતો.


દુનિયાનું પહેલું એડવાન્સ ડાઇવિંગ સૂટ 19મી સદી માં બનાવવા માં આવ્યું હતું. આ અગસ્ટ સિબે નામના વૈજ્ઞાનિક એ બનાવ્યું હતું. જેમાં જોર્જ એડવર્ડ્સ નામના એક વૈજ્ઞાનિક એ પણ તેમની મદદ કરી હતી. તેમણે આ સૂટ ને વોટરપૃફ લેધર થી બનાવ્યું હતું અને તે ચામડા ને મશહૂર વૈજ્ઞાનિક ચાર્લ્સ મેકિનતોશ એ બનાવ્યું હતું. ત્યારબાદ તો ઘણા બધા વૈજ્ઞાનિક એ પોતાની રીતે ડાઇવિંગ સૂટ ને વિકસિત કરતા હતા અને દુનિયામાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી.

Post a Comment

0 Comments