દેશ નો રૂપિયો કમજોર અને મજબૂત છે તેનો મતલબ શું? તમારે પણ જાણવું જરૂરી છે


ઘણી વાર એવું સંભળાવા માં આવે છે કે દેશ નો રૂપિયો કમજોર થઇ ગયો અને મજબૂત થયો. તો તેનો મતલબ શું જાણો છો? જો રૂપિયો નબળો પડે કે મજબૂત બને તો તેનો ફાયદો થાય કે નુકશાન તો ચાલો આજે જાણીએ તેના વિષે થોડું વધુ

રૂપિયો નબળો કે મજબૂત થવાનું કારણ શું?

રૂપિયા ની કિંમત તેની માંગ ઉપર આધાર રાખે છે. તેની ઉપર આયાત અને નિકાસ ની પણ અસર પડે છે. આમ તો દરેક દેશ પાસે બીજા દેશ ના ચલણ નો ભંડાર હોય છે જેનાથી બંને એકબીજા સાથે લેવડદેવડ કરી શકે છે અને આ ચલણ ના આંકડા સમય મુજબ રીસર્વ બેન્ક દ્વારા જાણવામાં આવે છે.

વિદેશી ચલણ ના વધારા કે ઘટાડા સાથે જ આપણા દેશ ના ચલણ ઉપર અસર પડે છે. અમેરિકી ડોલર ને વૈશ્વિક ચલણ નો દરજ્જો મળેલો છે. એનો મતલબ એ થાય કે નિકાસ કરવામાં આવતી બધી વસ્તુ ની ચુકવણી ડોલર માં કરવા માં આવે છે. આજ કારણે ડોલર ના મુકાબલે રૂપિયા ની કિંમત વધ ઘટ થાય છે.

રૂપિયા ની કહાની

એક સમય હતો જયારે રૂપિયા ની કિંમત ડોલર બરાબર થતી હતી. જયારે ભારત આઝાદ થયો ત્યારે 1947 માં ડોલર અને રૂપિયો બરાબર હતા કારણ કે દેશ ની માથે કોઈ પણ પ્રકાર નું દેવું ના હતું. ત્યાર બાદ 1951 માં પંચવર્ષીય યોજના આવી તો સરકારે વિદેશ માંથી લોન લેવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે રૂપિયા નું મૂલ્ય ઘટતું ગયું.

1975 સુધીમા તો 1 ડોલર બરાબર 8 રૂપિયા થઈ ગયા અને 1991 માં જયારે ઉદારીકરણ ની નીતિ અમલ માં મૂકી તો રૂપિયા નું ઘણું અવમૂલ્યન થઇ ગયું અને બીજા 10 વર્ષ માં 47-48 રૂપિયા સુધી પોહચી ગયો.

રૂપિયા ની રમત 

રૂપિયા અને ડોલર ની રમત ને કંઈક આવી રીતે  સમજીએ. જો આપણે અમેરિકા સાથે કંઈક લેવડદેવડ કરીએ અને જો અમેરિકા પાસે 73000 રૂપિયા છે અને આપડી પાસે 1000 ડોલર છે તો બંને પાસે સરખુ ભંડોળ છે.

હવે આપડે અમેરિકા પાસે થી 100 ડોલર ની વસ્તુ મંગાવી છીએ તો આપડી પાસે હવે 900 ડોલર જ વધશે જયારે તેની પાસે 73000 રૂપિયા તો છે જ પણ બીજા 100 ડોલર પણ વધી ગયા. હવે ભારત ની સ્થિતિ ત્યારે જ બરાબર થાય જો અમેરિકા 100 ડોલર ની વસ્તુ ભારત પાસે થી ખરીદે. જે અત્યારે નથી થતું કારણકે અત્યારે ભારત આયાત વધારે કરે છે અને નિકાસ ખુબ જ ઓછી છે.

આવી પરિસ્થિતિ માં રીઝર્વબેન્ક વિદેશ માંથી ચલણ ની ખરીદી કરે છે અને માંગ ને પુરી કરે છે. આમ આપણા દેશ નો રૂપિયો બહાર ચાલ્યો જાય છે.

Post a Comment

0 Comments