18 કલાક માં 1200 કિમિ સ્કૂટર ચલાવીને 14 વર્ષ ના દીકરા ને લઈને ઘરે પહોંચી માં


મા એ માં હોય છે. આ કહાની એક એવી માં ની છે. તેમનો દીકરો 1200 કિલોમીટર દૂર દાદા દાદીને ત્યાં ફસાઈ ગયો હતો. તે પરેશાન હતો. ઓનલાઈન આવેદન માં તેમને ઘરે જવાની પરમિશન તો મળી ગઈ પરંતુ પ્રાઇવેટ ટેક્સી એટલા પૈસા માગી રહી હતી કે આ ગરીબ પરિવાર માટે આપી શકવા મુશ્કેલ હતા. માં એ હિંમત ભેગી કરી અને તે પોતાની ટ્રાઇસિકલ સ્કૂટર થી બાળકને ઘરે લઇ આવી. 37 વર્ષની માતા દિવ્યાંગ છે પરંતુ તેમના બાળક નો ડર હતો. તેમનો દીકરો 17 માર્ચ એ દાદા દાદી ને ત્યાં ગયો હતો પરંતુ ત્યાંથી પાછો આવી શકે તેમ ન હતો.

માં ની હિંમત જોઈને ભાવુક થઈ ગયો દીકરોમહિલા સોનુ ખંડારે એ કહ્યું મેં ક્યારેય પણ એવું વિચાર્યું ન હતું કે એક દિવસે તેમને આ રીતે યાત્રા કરવી પડશે. સોનુ ને કહ્યું કે તેમનો દીકરો પ્રતીક 17 માર્ચ એ અંજગનાગામ સુરજી તહસીલમાં પોતાના દાદી ને ત્યાં ગયો હતો. તે 25 એપ્રિલ એ દીકરાને ત્યાંથી લઈને આવી. આ 1200 કીલોમીટરની યાત્રા પૂરી કરવામાં તેને લગભગ 18 કલાક લાગ્યા. સોનીએ કહ્યું કે જ્યારે લોકડાઉન વધારવામાં આવ્યું તો તેને ચિંતા થવા લાગી. ત્યારબાદ તેમણે ઓનલાઇન પરમિશન લીધી પરંતુ ટેક્સીવાળા આઠ હજાર રૂપિયા માંગી રહ્યા હતા જે દેવા તેમના માટે સંભાવ ના હતા.

રસ્તામાં ગભરાહટ થઈ

સોનુ ને કહ્યું કે 24 એપ્રિલ તેમને 48 કલાકની યાત્રા નો પાસ મળ્યો હતો. તેમણે સ્કૂટરમાં પાણી અને થોડુક ખાવાનો સામાન રાખ્યો અને દીકરાને લેવા નીકળી પડી. તે રસ્તામાં ફક્ત એક જગ્યાએ રોકાઈ રાતમાં ગાડી ચલાવવામાં મુશ્કેલી આવી ડર પણ લાગ્યો. એક જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર સીસીટીવી જોઈને તેમણે ત્યાં આરામ કરી લીધો. ત્રણ બાળકોની માતા એ કહ્યું કે તે પોતાના સાસરિયામાં થોડાક કલાક જ રોકાઇ અને પછી આવવા નીકળી પડી.

Post a Comment

0 Comments