દિયા ઔર બાતી ફેમ દીપિકા સિંહ ના લગ્ન ને થયા 6 વર્ષ પૂર્ણ, પતિ સંગ ખાસ તસ્વીર શેયર કરી આપી શુભકામના


સ્ટાર પ્લસ સિરીયલ 'દિયા ઓર બાતી હમ' થી ઓળખાણ બનાવવાવાળી અભિનેત્રી દીપિકા સિંહ આજકાલ નાના પડદાથી દૂર છે. દીપિકાએ વર્ષ 2014 થી રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં માતા બન્યા પછી તેમણે ટીવી ઇન્ડસ્ટ્રી થી થોડાક દિવસો માટે બ્રેક લઇ લીધો.


દિયા ઓર બાતી હમ સિરીયલ માં એમણે સંધ્યાનો કિરદાર નિભાવ્યો હતો. જેનાથી તે ઘરે ઘરે મશહૂર થઈ ગઈ હતી. આ સીરીયલ દીપીકા ના કરિયર ની પહેલી સિરિયલ હતી અને પહેલી સિરિયલથી તેમણે સફળતા મેળવી.ટીવી ઇન્ડસ્ટ્રી માં પગ રાખતા સમયે તેમણે વિચાર્યું પણ નહીં હોય કે તેમની પહેલી સીરિયલ સુપરહિટ રહેશે અને તે સફળતાની ઉંચાઈ પર પહોંચી જશે. દીપિકાની ઉંમર 30 વર્ષની છે. તેમનો જન્મ 26 જુલાઈ 1989માં થયો હતો.


દીપીકા હાલમાં તેમની છઠ્ઠી એનિવર્સરી માનવી રહી છે. દીપિકા અને રોહિત ના લગ્નને 6 વર્ષ પુરા થઈ ચુક્યા છે. લોકડાઉન ના કારણે બંને આ વખતે ઘરે પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. દીપિકા એ પોતાના લગ્નનો એક ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા ફેન્સને તેમની જાણકારી આપી.


દીપિકાએ જે તસ્વીર શેર કરી છે તેમાં કપલ એકબીજાની સામે જોઈ રહ્યા છે. તસ્વીર શેર કરતા દીપિકાએ કેપ્શન માં લખ્યું 'છ વર્ષ મારા અદભુત પતિ દેવ ને લગ્નની એનિવર્સરી મુબારક, મને વગર જજ કર્યે હંમેશા માટે સાંભળતા રહેવા માટે ધન્યવાદ. જેવી છું એવી જ મને સ્વીકારવા માટે ધન્યવાદ. હું તમને મેળવીને ધન્ય છું અને તમને ખૂબ જ પ્રેમ કરું છું.


કહી દઈએ કે 2 મેં 2014 રોહિત સાથે લગ્ન કર્યા હતા. રોહિત ટીવી ઇન્ડસ્ટ્રી ના જાણીતા ડાયરેક્ટર છે. દીપિકા ફિટનેસ અને પોતાની સેહત ઉપર ખૂબ જ ધ્યાન રાખે છે. આ દિવસોમાં તે ક્લાસિકલ ડાન્સ ની ટ્રેનીંગ પણ લઈ રહી છે.વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લી વાર તે કવચમાં જોવા મળી હતી. દીપિકાએ કવચના બીજા સિઝનમાં લીડ એક્ટ્રેસ નું કામ કર્યું હતું. લોકડાઉન માં રહેતા પણ દિપીકા પોતાના ફેન્સ માટે મનોરંજન કરવાનું ભૂલતી નથી.


દીપીકા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ છે. તે આ દિવસોમાં વીડિયો અને તસવીરો પોતાના ફેન્સને સાથે શેર કરતી રહે છે. દીપિકા ના ફેન્સ ને તેમના દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ ઘણી પસંદ આવે છે. લગ્નની તસવીરો શેર કરવા પર પણ ફેન્સ એ તેમને વેડિંગ એનિવર્સરી ઉપર શુભકામના આપી હતી.

Post a Comment

0 Comments