દીકરી ઈશા ની વિદાઈ પર ખુબ રોયા હતા ધર્મેન્દ્ર, એક્ટ્રેસ એ શેયર કર્યો વિદાઈ નો ના જોયેલો વિડીયો


બૉલીવુડ એક્ટ્રેસ ઈશા દેઓલ ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા ઉપર તે ખૂબ જ એક્ટિવ રહે છે. આ દિવસોમાં તે પોતાની નવી નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે એક્ટ્રેસે પોતાના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમની વિદાય થઇ રહી છે.


આ અવસર પર ઈશા રેડ કલરના હેવી સાડીમાં નજર આવી રહી છે. તેના ઉપર તેમણે ગોલ્ડન જ્વેલરી કેરી કરેલી છે. ઈશા ને વિદાય થતાં જોઈ તેમના માતા-પિતા હેમા અને ધર્મેન્દ્ર રોતા જોવા મળી રહ્યા છે. સામાન્ય વાત છે કે દીકરી ના ઘરે થી વિદાય થવા પરના સમયે બધા જ પિતા નું દિલ રડે છે. એવું જ કંઈક ધર્મેન્દ્રની સાથે થયું હતું.


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઈશા વિદાય માટે તૈયાર છે. પહેલા તે હસ્તી જોવા મળે છે અને જ્યારે પિતા ધર્મેન્દ્ર ખુબજ રોવા લાગે છે તો ઈશા પણ ઈમોશનલ થઈ જાય છે અને પછી હેમામાલીની ને ગળે લગાડતા સમયે ઈમોશનલ જોવા મળે છે. તેની બહેન અહાના પણ નજર આવી રહી છે. છેલ્લે બધા જ ખુશી ખુશી ઈશાને વિદાય કરે છે.


કહી દઈએ ઈશા દેઓલ અને ભરત તખ્તાની ના લગ્ન વર્ષ 2012માં થયા હતા. ઈશા અને ભરત ની બે દીકરીઓ છે. જેમનું નામ મિરાયા અને રાઘ્યા રાખવામાં આવ્યું છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઈશાએ વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'મેરે કોઈ દીલસે પુછે' થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ધુમ, LOC કારગીલ, કાલ, નો એન્ટ્રી વગેરે જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.

Post a Comment

0 Comments