11 થી 23 મેં દરમિયાન ગુજરાત દરિયાઈ માર્ગ પર અલર્ટ, પોરબંદર ફિશરીઝ કચેરી દ્વારા આપવામાં આવ્યા સૌથી મોટા સંકેત


વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના કહેરની વચ્ચે પણ દુશ્મનો પોતાની મુરાદો પાર પાડવા માટે હવે ગુજરાતને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવી એક ઘટના સામે આવી છે. આજે પોરબંદરમાં ફિશરીઝ કચેરીએ માછીમારો માટે એલર્ટ જાહેર કર્યુ છે.

આ અલર્ટ પ્રમાણે દરિયામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિ ના સંકેત દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના આ લાંબા દરિયાઈ માર્ગે ઘૂસણખોરી ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયાઇ માર્ગના તમામ લેન્ડીંગ પોઇન્ટ ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી બાજુ શંકાસ્પદ હિલચાલ અંગે પણ જાણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે પોરબંદરની ફીઝરીઝ કચેરી દ્વારા આજે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોઇ અનિચ્છનીય ઘટનાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. ફીઝરીઝ કચેરી દ્વારા માછીમારોને દરિયામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિમાં સંકેત મળતા તેઓને દરિયામાં ન જવા માટે પણ સંકેત આપવામાં આવ્યા છે. દરિયાઈ માર્ગે આતંકીઓની ઘૂસણખોરીની હોવાની કોસ્ટગાર્ડને શંકા પડતા તમામ લેન્ડીંગ પોઇન્ટ અને દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોરબંદરના મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક માછીમારો ને લખેલા પત્ર મુજબ 11, 14, 15, 17, 19, 21, 22 અને 23 મે દરમિયાન દરિયાકિનારે દેશ વિરોધી તત્ત્વો દ્વારા હુમલા તથા ઘુસણખોરી થવાની શક્યતા ગાંધીનગરના કોસ્ટ ગાર્ડે વ્યક્ત કરી છે. જેને લઇને જિલ્લાના તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે જિલ્લાના લેન્ડીંગ પોઇન્ટએ કોઇ શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ, બોટ દેખાય તો પોલીસ અને કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરવો.

Post a Comment

0 Comments